રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જે ડઝન કરતાં પણ વધુ હાઈપ્રોફાઈલ મામલામાં આઈબીસી અનુસાર રેઝોલ્યુઅશન માટે પસંદ કર્યા હતા, જેમાં સૌથી વધુ ગરબડો સામે આવી છે. તેના માટે સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ જેવી એજન્સીઓ પણ અલગથી તપાસ કરી રહી છે. એવી ધારણા છે કે હવે કંપનીઓ મામલાનું મંત્રાલય આવી કંપનીઓના પ્રમોટરો, ડાયરેક્ટરો અને કેટલીક કંપનીઓના ઓડિટરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરશે.
IBCમાં બહાર આવ્યા 200થી વધુ કંપનીઓમાં 1 લાખ કરોડના ગોટાળા - Gujarati News
નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગ જગતમાં ભારે ગોટાળા બહાર આવ્યા છે. તેનો ખુલાસો દેવાળીયા કાયદા અનુસાર થયેલ તપાસમાં થયો છે. 200થી વધુ કંપનીઓની ફોરેન્સિક ઓડિટથી 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની રકમના ગોટાળા થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ(આઈબીસી) અનુસાર કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશનનો સામનો કરી રહેલી કંપનીએઓએ ફંડ ડાયવર્ઝન કર્યું હોવાની આશંકા છે.
ઓડિટમાં પૈસા આમ થી તેમ કરવા માટે સંબધિત પક્ષોની વચ્ચેની લેવડદેવડ સહિતની કેટલીક ગરબડો પકડી છે. જેમાં બેંકોનો સહારો પણ લેવામાં આવ્યો છે. ફોરેન્સિક ઓડિટ અનુસાર કૌભાંડ અને નાણાકીય ગરબડોના આંકડા મેળવીને કોઈ સંસ્થા દ્વારા કંપનીના ખાતા અને લેવડ દેવડની તપાસ કોઈ સ્વતંત્ર રીતે મુલ્યાંકન કરાય છે. જેમાં જેપી ઈન્ફ્રાટેક જેવા મામલામાં આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. પેરન્ટ કંપની જયપ્રકાશ એસોસિએટ્સે બેંકોની લોન લેવા માટે જેપી ઈન્ફ્રાટેકની પાસે પડેલી જમીનનો કોઈપણ રીતે ઉપયોગ કર્યો છે. આવી જ રીતે એમટેક ઓટો અને ભૂષણ સ્ટીલના મામલામાં પણ ગરબડો સામે આવી છે.
આઈબીસી હેઠલ લાવવામાં આવેલા મામલામાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ(એનસીએલટી) દ્વારા નિયુક્ત રેઝોલ્યુએશન પ્રોફેશનલ્સ ફોરેન્સિક ઓડિટ કરી રહી છે. કેટલાક મામલામાં દેવાદારોએ ઈન્સોલ્વન્સી પ્રોસેસ માટે કંપનીઓને એનસીએલટીમાં મોકલતા પહેલા તેમનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું.નોંધનીય છે કે ડિસેમ્બર 2016માં કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુએશનની જોગવાઈ લાગુ થઈ ત્યાર બાદ ડિસેમ્બર 2018 સુધીમાં 1484 બનાવો આઈબીસી સમક્ષ કાર્યવાહી માટે આવ્યા છે. જેમાંથી 900 બનાવઓનું નિવારણ બાકી છે. કુલ બનાવમાં અડધા વેન્ડરો જેવા ઓપરેશનલ ક્રેડિટરોએ કંપનીઓને આઈબીસીમાં લાવ્યા છે.