પેરિસ: ઓઇલ નિકાસ કરનાર દેશોના સંગઠન ઓપેકએ ગુરુવારે કહ્યું કે કોરોના વાઇરસ માહામારી અને તેનાથી બચવા માટે ચાલી રહેલા પગલાઓને લીધે ક્રૂડ તેલ માટેના વૈશ્વિક બજારને અભૂતપૂર્વ ફટકો પડ્યો છે અને માંગ નીચે આવી છે.
ઓઇલ માર્કેટનો સૌથી ખરાબ સમય, એપ્રિલમાં 2 કરોડ બેરલ માગ ઘટી શકે છે: ઓપેક - એપ્રિલમાં 2 કરોડ બેરલ માંગ ઘટી શકે છે
સંગઠન મુજબ, 2020ની માગમાં ઐતિહાસિક ઘટાડો આવી શકે છે. સરેરાશ, દરરોજ લગભગ 68 લાખ બેરલનો ઘટાડો થવાની સંભાવના છે.
ઓપેકે તેના અહેવાલમાં કહ્યું, "તેલ બજાર હાલમાં ઐતિહાસિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે જે અણધારી, વ્યાપક અને વૈશ્વિક સ્તરે છે." સંગઠનના જણાવ્યા મુજબ, વર્ષ 2020ની માગમાં ઐતિહાસિક ઘટાડો આવી શકે છે. સરેરાશ, દરરોજ લગભગ 68 લાખ બેરલ ઘટાડો થવાની સંભાવના છે.
અહેવાલમાં એપ્રિલમાં માંગમાં દરરોજ 2 કરોડ બેરલ ઘટાડો થવાનો અંદાજ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. જોકે, બુધવારે જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ જાહેર કરેલા અનુમાન કરોતા ઓછો છે. પેરિસ સ્થિત સંગઠન મુજબ, એપ્રિલમાં તેલની માંગ દરરોજ 2.9 કરોડ બેરલ અને 2020 સુધીમાં મળીને 93 લાખ બેરલ પ્રતિદિન ઘટવાનું અનુમાન છે.