ગુજરાત

gujarat

ETV Bharat / business

વનપ્લસ 7 અને 7 PRO લોન્ચ, શરૂઆતી કિંમત રૂપિયા 32,999 - Business

બેંગ્લોર: પ્રીમિયમ સ્માર્ટફોનના ક્ષેત્રમાં એપલ અને સેમસંગની જોડે પ્રતિસ્પર્ધા કરી રહેલી ચીને પોતાના સ્માર્ટફોનની યાદીમાં એક નવી શ્રેણી વનપ્લસ 7 અને 7 PRO માર્કેટમાં લોન્ચ કરી છે. જેની શરૂઆતી કિંમત 32,999 હશે.

one plus 7

By

Published : May 15, 2019, 1:33 PM IST

પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા વનપ્લસે મંગવારે કહ્યું કે, પોતાના માર્કેટને ઝડપથી વિસ્તારી રહી છે અને હૈદરાબાદમાં પોતાનો એક્સપિરીયન્સ સ્ટોર ખોલશે. વનપ્લસના સહસ્થાપક કાર્લ પેઈએ કહ્યું કે, આ વર્ષે અમે નવા 3 એક્સપિરીયન્સ સ્ટોર ખોલવા જઈ રહ્યા છીએ. એમા એક પુનામાં ખુલશે. જ્યારે હૈદરાબાદમાં દુનિયાનો સૌથી મોટો વનપ્લસ સ્ટોર હશે.

બેંગ્લોર, દિલ્હી અને ચેન્નાઈમાં પહેલાથી જ એક્સપિરીયન્સ સ્ટોર છે. શ્યાઓમી, વનપ્લસ, મોટોરોલા જેવા સ્માર્ટફોન નિર્માતાઓએ ભારતમાં પોતાનું માર્કેટ ઈ-કોર્મસના માધ્યમથી પોતાના સંચાલનની શરૂઆત કરી હતી અને પછી ઓફલાઇન માર્કેટમાં પોતાનો વિસ્તાર કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું કે, વનપલ્સ માટે ભારત એક મુખ્ય બજાર છે અને પાછલા વર્ષે કંપનીના આવકનું એક મહત્વનો ભાગ ભારતથી આવ્યો હતો. વનપ્લાસે પહેલા કહ્યું હતું કે, ભારત ચીની નિર્માતા માટે " બીજુ ઘરનું મેદાન " છે.

ફોન વિશે જાણીએ તો, વનપ્લસ 7 PRO ત્રણ વેરાયટીમાં છે, 6 જીબી, 8 જીબી અને 12 જીબીમાં ઉપલબ્ધ હશે, જેની કિંમત 48,999 - 57,999 રૂપિયા છે. વનપ્લસ 7 PROમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે, જે ટ્રાયલ લેન્સ રીઅર કૅમેરા સેટઅપ (48 એમપી + 16 એમપી +8 એમપી)થી સજ્જ છે અને તેમાં 4,000 એમએચની બેટરી પણ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details