ગુજરાત

gujarat

ETV Bharat / business

ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 82 અને નિફ્ટી 26 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 82.59 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 60,090.92ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 26.60 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 17,925.30ના સ્તર પર જોવા મળ્યો છે.

ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 82 અને નિફ્ટી 26 પોઈન્ટ ગગડ્યો
ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 82 અને નિફ્ટી 26 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 18, 2021, 10:49 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 82.59 તો નિફ્ટી (Nifty) 26.60 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે, જેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 82.59 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 60,090.92ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 26.60 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 17,925.30ના સ્તર પર જોવા મળ્યો છે.

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, અશિયન માર્કેટમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 49.50 પોઈન્ટના ઉછાળા સાથે 17,933ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેટ ટાઈમ્સ (Straits Times) 0.11 પોઈન્ટના ઘટાડા સાથે 3,232.57ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગમાં સૌથી મોટો 355.62 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.83 પોઈન્ટનો ઉછાળો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 4.56 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે થશે Paytmનું લિસ્ટિંગ

પેટીએમની ઓપરેટર કંપની વન97 કમ્યુનિકેશન્સ (One97 Communications)ના શેર્સની લિસ્ટિંગ 18 નવેમ્બરે થશે. પેટીએમ (Paytm) દેશનો સૌથી મોટો IPO લઈને આવી હતી અને હવે સૌની નજર તેના લિસ્ટિંગ પણ ટકેલી છે, જે આજે થવાની છે. આ તરફ બજાર નિષ્ણાતોને આશા છે કે, પેટીએમના શેર્સનું લિસ્ટિંગ (Listing of Paytm shares) નબળી રહેશે. કંપનીના ઈશ્યુને પણ નબળી પ્રતિક્રિયા મળી હતી, જેના કારણે લિસ્ટિંગ નબળી રહેવાનું અનુમાન છે.

ABOUT THE AUTHOR

...view details