ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 129 પોઈન્ટ તૂટ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Indian Stock Market) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 129.87 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 55,452.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 31.10 પોઈન્ટ (0.19 ટકા)ની નબળાઈ સાથે 16,531.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 129 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના બીજા દિવસે આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 129 પોઈન્ટ તૂટ્યો

By

Published : Aug 17, 2021, 9:40 AM IST

  • સપ્તાહના બીજા દિવસે શેર બજાર (Indian Stock Market)ની નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 129.87 તો નિફ્ટી (Nifty) 31.10 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળ્યું
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળ્યો, જેની અસર શેર બજાર (Share Market) પડી

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 129.87 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 55,452.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 31.10 પોઈન્ટ (0.19 ટકા)ની નબળાઈ સાથે 16,531.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેટ, લોનના વ્યાજમાં 0.75 ટકા સુધીની આપી છૂટ

આ શેર્સ પર રહેશે નજર

શેર બજારની શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હોય, પરંતુ આજે દિવસભર ચીની શેર્સ, ઈન્ડિયા બુલ્સ રિઅલ (Indiabulls Real), એસીઈ (ACE), સંઘવી મુવર્સ (Sanghvi Movers), આરતી ઈન્ડ (Aarti Ind), લ્યુપીન (Lupin), બંધન બેન્ક (Bandhan Bank), સુવેન લાઈફ સાયન્સિસ (Suven Life Sciences), વોડાફોન આઈડીયાઃ કોનકોલ (Vadafone Idea: Concall) જેવા શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો-Goldની કિંમત 47,000ને પાર પહોંચી, ગોલ્ડ ફ્યૂચરમાં જોવા મળી સુસ્તી, જુઓ અત્યારે શું ભાવ છે?

વૈશ્વિક બજારમાં (Global Market) નબળાઈ જોવા મળી

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 23 પોઈન્ટ નીચે વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 0.17 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 0.49 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.35 ટકાના ઘટાડા સાથે 16,788.82ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.23 ટકાના ઘટાડા સાથે 26,121.25ના સ્તર પર જોવા મળી રહ્યું છે. કોસ્પીમાં 0.85 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.01 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં નીચલા સ્તરથી રિકવરી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details