ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market : સપ્તાહના ચોથા દિવસે ઉછાળા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 234 પોઈન્ટ ઉછળ્યો - Today's stock market news

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 234.81 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 61,494.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 80.40 પોઈન્ટ (0.44 ટકા)ની મજબૂતી સાથે 18,347ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના ચોથા દિવસે આજે Share Market ઉછાળા સાથે થયું શરૂ, સેન્સેક્સ 234 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના ચોથા દિવસે આજે Share Market ઉછાળા સાથે થયું શરૂ, સેન્સેક્સ 234 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Oct 21, 2021, 11:32 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળ્યા
  • સેન્સેક્સ 234.81 તો નિફ્ટી 80.40 પોઈન્ટ ઉછળ્યો
  • સેન્સેક્સ 62,000ની સપાટીએ પહોંચવા તરફ આગળ વધ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે, જેના કારણે ભારતીય શેર બજાર (Indian Share Market) ઉછાળા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 234.81 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 61,494.77ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 80.40 પોઈન્ટ (0.44 ટકા)ની મજબૂતી સાથે 18,347ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો

સૌથી વધુ ચર્ચામાં રહેનારા શેર્સ

આજે (21 ઓક્ટોબરે) એશિયન પેઈન્ટ્સ (Asian Paints), બાયકોન (Biocon), એગ્રો ટેક ફૂડ્સ (Agro Tech Foods), કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Container Corporation of India), આઈઆઈએફએલ સિક્યોરિટીઝ (IIFL Securities), ઈન્ડિયન હોટલ્સ (Indian Hotels), આઈડીબીઆઈ બેન્ક (IDBI Bank), ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (Indian Energy Exchange), ગેટવે ડિસ્ટ્રિપાર્ક્સ (Gateway Distriparks), બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra) જેવી કંપનીના શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

વૈશ્વિક બજાર (Global Market) પર એક નજર

વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. જોકે, એશિયાઈ બજારોમાં (Asian Market) પણ આજે સુસ્તી જોવા મળી રહી છે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) પણ નીચે જોવા મળી રહ્યો છે, પરંતુ એસજીએક્સ નિફ્ટી (SGX Nifty)માં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જોકે, ડાઉ જોન્સ (Dow Jones)માં 150 પોઈન્ટથી વધુ મજબૂતી રહી છે.

ABOUT THE AUTHOR

...view details