ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શુભ શરૂઆત, સેન્સેક્સ 287 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સેન્સેક્સ 287.27 પોઈન્ટ (0.57 ટકા)ના વધારા સાથે 50,827.75ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નિફ્ટી 32.20 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 15,207.50ના સ્તર પર ચાલી રહ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શુભ શરૂઆત, સેન્સેક્સ 287 પોઈન્ટ ઉછળ્યો
સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની શુભ શરૂઆત, સેન્સેક્સ 287 પોઈન્ટ ઉછળ્યો

By

Published : May 24, 2021, 9:49 AM IST

  • વૈશ્વિક બજારમાંથી પોઝિટિવ સંકેત મળતા શેર બજારની શરૂઆત મજબૂત થઈ
  • આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 287.27 પોઈન્ટનો ઉછાળો થયો
  • આજે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 32.20 પોઈન્ટની મજબૂતી જોવા મળી

અમદાવાદઃ વૈશ્વિક બજારમાંથી પોઝિટિવ સંકેત મળવાથી તેની અસર ભારતીય શેર બજાર પર થઈ છે, જેના કારણે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 287.27 પોઈન્ટ (0.57 ટકા)ના વધારા સાથે 50,827.75ના સ્તર પર ચાલી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32.20 પોઈન્ટ (0.21 ટકા)ની મજબૂતી સાથે 15,207.50ના સ્તર પર ચાલી રહ્યો છે.

આ પણ વાંચો-આરબીઆઈએ સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કરશે

આ 10 સ્ટોક્સ પર રોકાણકારોની રહેશે નજર

શેર બજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હોવાથી અનેક શેર્સ અને સ્ટોક્સ પર રોકાણકારોની નજર રહેશે. જ્યારે આજે SBI, JSW STEEL, AMARA RAJA, SHREE CEMENT, DR LAL PATH, UNITED SPIRITS, AMBER ENT, MAHANAGAR GAS, GRASIM IND અને NATCO PHARMA જેવા સ્ટોક્સ પર તમામ રોકાણકારોની નજર ટકી રહેશે.

આ પણ વાંચો-એમેઝોને પ્રાઇમ નાઉને આપી વિદાય, તેને મુખ્ય એપમાં ખસેડવામાં આવી

એશિયાઈ બજારમાં સામાન્ય વધારો જોવા મળ્યો

વૈશ્વિક બજારમાં પહેલા જ દિવસે પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. એશિયામાં નિક્કેઈ લગભગ અડધા ટકાની ઉપર વેપાર કરી રહ્યો છે. તો SGX Nifty 83.50 પોઈન્ટના ઘટાડા 15,142.50ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.37 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 58.87 પોઈન્ટના વધારા સાથે 28,376.70ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.29 ટકા ઘટીને 16,254.45ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 0.76 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.55 ટકાનો ઘટાડો તો શાંઘાઈ કમ્પોઝિટ 0.28 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. જોકે, શુક્રવારે DOW 124 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે ટેક શેર્સમાં દબાણના કારણે નાસડેકમાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details