ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

આજે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 347.75 પોઈન્ટ (0.59 ટકા)ના ઘટાડા સાથે 58,668.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 128.95 પોઈન્ટ (0.72 ટકા) તૂટીને 17,456.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના પહેલા જ દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 347 પોઈન્ટ તૂટ્યો

By

Published : Sep 20, 2021, 9:39 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) નબળી શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 347.75 તો નિફ્ટી (Nifty) 128.95 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મળી રહેલા નબળા સંકેતની અસર ભારતીય શેર બજાર (Share Market) પર પણ જોવા મળી છે. આજે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની (Share Market) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 347.75 પોઈન્ટ (0.59 ટકા)ના ઘટાડા સાથે 58,668.14ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 128.95 પોઈન્ટ (0.72 ટકા) તૂટીને 17,456.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

આ શેર્સ આજે સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર એવિએશન શેર (Aviation Share), ટૂરિઝમ સેક્ટર (Tourism sector), ડેલ્ટા કોર્પ (Delta Corp), આરવીએનએલ (RVNL), કેઈસી ઈન્ટ (KVC Int), લ્યુપિન (Lupin), કેડિલા (Cadila), નઝારા (Nazara), આઈનોક્સ લાઈઝર (Inox Leisure), રૂટ મોબાઈલ (Route Mobile), આઈશર મોટર્સ (Eicher Motors), ઈઝમી ટ્રિપ (Easemy Trip), બીએલએસ (BLS) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

મોટા ભાગના એશિયાઈ બજારમાં નબળાઈ સાથે વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં નબળાઈ સાથે વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 149 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.22 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 3.32 ટકા તૂટીને 24,093.27ના સ્તર પર જોવા મળી રહ્યું છે. જ્યારે આજે ચીન, જાપાન, કોરિયા અને તાઈવાનનું બજાર બંધ રહેશે. તો ડાઉ ફ્યૂચર્સ (Dow Futures) 115 પોઈન્ટ નીચે વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details