મુંબઇઃ તેલ નિર્યાતક દેશોના સમૂહ ઓપેકની બહાર તેલના પ્રમુખ ઉત્પાદક, ઉત્પાદનમાં ઘટાડાને લઇને થનારી બેઠક પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણ તેલના ભાવમાં ગુરુવારે સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. વિદેશી બજારોથી મળેલા મજબુત સંકેતોથી ઘરેલુ બજારાં પણ કાચા તેલમાં પાંચ ટકાનો ઉછાળો આવ્યો હતો.
કોરોના વાઇરસના પ્રકોપથી દુનિયાભરમાં આર્થિક ગિતિવિધિઓ પ્રભાવિત થઇ છે, જેનાથી ઇંધણ તેલમાં ખૂબ જ ઘટાડો નોધાયો છે. જેને કારણે તેના ભાવ પર સતત દબાણ જોવા મળી રહ્યું છે.
આ દબાણને ઓછા કરવા અને ઉત્પાદનમાં ઘટાડો કરીને બજારમાં સંતુલન બનાવવાના હેતુથી ઓપેક અને રુસની વચ્ચે ગુરૂવારે એક બેઠક થઇ રહી છે, જેમાં ઉત્પાદન ઘટાડાને લઇને કરાર થઇ શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત્ત સપ્તાહે કહ્યું હતું કે, તેમણે ઓપેકના પ્રમુખ ઉત્પાદક સઉદી અરબ અને રુસને આ વાત માટે તૈયાર કર્યા છે અને સંભવિત છે કે, બંને દેશો રોજના 100-150 લાખ બેરલ ઉત્પાદન ઓછું કરવા માટે રાજી થાય.
મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરૂવારે સવારે 9.45 કલાકે કાચા તેલનું એપ્રિલ અનુબંધ ગત્ત સત્રથી 96 રુપિયા એટલે કે, 5.07 ટકાની તેજી સાથે 1990 રુપિયા પ્રતિ બેરલ પર હતું. આ પહેલા સવારે 9 કલાકે કાચા તેલનું અનુબંધ MCX પર 1969 પર ખુલ્યું અને 2007 રુપિયા પ્રતિ બેરલ સુધી ઉછળ્યું હતું.