ગુજરાત

gujarat

ETV Bharat / business

હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ભરી શકાશે, કેન્દ્ર સરકારે વધારી અવધિ - Personal income tax return

કેન્દ્ર સરકારે ગુરુવારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવવાની સમય મર્યાદા 2 મહિના વધારી 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સે (CBDT) કંપનીઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા 1 મહિનો વધારીને 30 નવેમ્બર કરી દીધી છે.

હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ભરી શકાશે, કેન્દ્ર સરકારે વધારી અવધિ
હવે 30 સપ્ટેમ્બર સુધી ઈન્કમ ટેક્સ ભરી શકાશે, કેન્દ્ર સરકારે વધારી અવધિ

By

Published : May 21, 2021, 8:52 AM IST

  • ઈન્કમટેક્સ રિટર્ન જમા કરાવવાની અવધિમાં 2 મહિનાનો વધારો
  • હવે વ્યક્તિગત ઈન્કમ ટેક્સ રિટર્ન 30 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે
  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સે અવધિમાં કર્યો વધારો

ન્યૂઝ ડેસ્કઃ સરકારે ગુરુવારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઈન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવવાની સમય મર્યાદા 2 મહિના વધારી 30 સપ્ટેમ્બર 2021 કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સે (CBDT) કંપનીઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય મર્યાદા 1 મહિનો વધારીને 30 નવેમ્બર કરી દીધી છે.

આ પણ વાંચોઃભાવનગર મહાનગરપાલિકાએ રિબેટ યોજના મેં મહિના સુધી લંબાવી

સામાન્ય રીતે ITR દાખલ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ હોય છે

ઈન્કમ ટેક્સ કાયદા અનુસાર, જે વ્યક્તિઓના ખાતામાં ઓડિટ કરવાની આવશ્યકતા નથી અને જે સામાન્ય રીતે ITR-1 કે ITR-4નો ઉપયોગ કરીને પોતાના ઈન્ટમ ટેક્સ રિટર્ન દાખલ કરે છે. ITR દાખલ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ હોય છે. જ્યારે કંપનીઓ કે ફર્મ જેવા કરદાતાઓ માટે જેમના ખાતાનું ઓડિટ થવું આવશ્યક છે, સમય મર્યાદા 31 ઓક્ટોબર છે.

આ પણ વાંચોઃએમેઝોન ડોટ ઇનની સેવાઓ ભારતમાં થોડા સમય માટે ખોરવાઇ હતી

CBDTએ જાહેર કર્યા પરિપત્ર

CBDTએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઉત્પન્ન થયેલા સંકટને જોતા કરદાતાઓને રાહત આપવાના ઉદ્દેશથી કેટલાક ટેક્સ અનુપાલનને લઈને સમય મર્યાદા લંબાવવામાં આવી છે. પરિપત્ર અનુસાર સાથે જ એમ્પ્લોયર્સ દ્વારા કર્મચારીઓને ફોર્મ 16 જાહેર કરવાની સમય મર્યાદા એક મહિનો વધારીને 15 જુલાઈ કરવામાં આવી છે. જ્યારે કર ઓડિટ રિપોર્ટ અને ટ્રાન્સફર પ્રાઈઝિંગ સર્ટિફિકેટ જમા કરવાની તારીખ 1 મહિનો વધારીને 31 ઓક્ટોબર અને 30 નવેમ્બર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details