ભારતીય અર્થવ્યસ્થાના ઈતિહાસમાં એક વિશેષ દિવસ તરીકે નોંધાયેલો દિવસ એટલે 8 નવેમબર 2016. આ દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય અર્થવસ્થામાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ ક્રમશઃ 200, 100, 50 અને 10 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.
8 નવેમ્બર: આજના દિવસે જ 3 વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ કરી હતી નોટબંધીની જાહેરાત - નોટબંધીને થાય 3 વર્ષ
નવી દિલ્હીઃ આજે 8 નવેમ્બર, એટલે નોટબંધીનો દિવસ. આજથી 3 વર્ષ પહેલા આજના દિવસે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારે દેશભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેનો ક્યાંક સ્વીકાર તો ક્યાંક વિરોધની જ્વાળા જોવા મળી હતી. એટલે જ્યારે આજે પણ નોટબંધી શબ્દ સાંભળીએ ત્યારે બેન્ક અને ATM બહાર લાગેલી લાંબી કતારો અને લોકોની ચિંતા આંખની સામે તરી આવે છે.
સરકારે નોટબંધી કાળાનાણાંનો નાશ કરવા માટે જાહેર કરી હતી. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. આ નિર્ણય ભારતીય અર્થવ્યસ્થા માટે એક મોટો આંચકો હતો. જેની દેશના વહીવટી તંત્ર અને ખાસ કરીને RBI પર જોવા મળી હતી. નોટબંધીનો અનેક વિરોધ છતાં આખરે વડાપ્રધાનના આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો. જે પ્રજા માટે ભલે નુકસાનકારક હોય પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 16 જાન્યુઆરી 1978માં જનતા પાર્ટીના ગંઠબંધન સરકારમાં પણ 1000, 5000 અને 10,000ની રૂપિયાની નોટનું વિમુદ્રીકરણ કરવામાં આવ્યું હતું.