ગુજરાત

gujarat

ETV Bharat / business

વાહનો પર GST દર ઘટાડવાનો આ યોગ્ય સમય નથી: મારુતિ - મારૂતિ ન્યૂૂ કાર લોન્ચચ

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે, વાહનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દર ઘટાડવાનો આ યોગ્ય સમય નથી. આનો કોઈ ફાયદો થશે નહીં કારણ કે ઓટોમોબાઈલ ઉદ્યોગનું ઉત્પાદન હાલમાં સૌથી નીચા સ્તરે છે. સ્થાનિક વાહન માર્કેટમાં લગભગ 54 ટકા હિસ્સો ધરાવનાર મારુતિએ જણાવ્યું હતું કે, જો ટેક્સ દરમાં પણ કોઈ ઘટાડો સૂચવવામાં આવે છે, તો તે યોગ્ય સમયે થયું જોઈએ.

etv bharat
વાહનો પર જીએસટી દર ઘટાડવાનો યોગ્ય સમય નથી: મારુતિ

By

Published : May 14, 2020, 12:22 AM IST

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ બુધવારે કહ્યું હતું કે, વાહનો પર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના દર ઘટાડવાનો આ યોગ્ય સમય નથી. આનો કોઈ ફાયદો થશે નહીં કારણ કે ઓટોમોબાઈલ ઉદ્યોગનું ઉત્પાદન હાલમાં સૌથી નીચા સ્તરે છે.

સ્થાનિક મુસાફરો વાહનના માર્કેટમાં લગભગ 54 ટકા હિસ્સો ધરાવનાર મારુતિએ જણાવ્યું હતું કે, જો ટેક્સ દરમાં પણ કોઈ ઘટાડો સૂચવવામાં આવે છે, તો તે યોગ્ય સમયે થવુું જોઈએ.

મારુતિ સુઝુકીના અધ્યક્ષ આર. સી.ભાર્ગવએ એક વીડિયો કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "આપણે હાલમાં જે પરિસ્થિતિમાં છીએ, બધી ઓટોમોબાઈલ કંપનીઓનું ઉત્પાદન આગામી એક કે બે મહિના માટે ખૂબ નીચા સ્તરે રહેશે. જેથી જીએસટી ટેક્સ રેટ ઘટાડવોએ યોગ્ય નથી."

આ સંદર્ભમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું કોરોના વાઇરસ રોગચાળો સંકટથી પ્રભાવિત ઓટો ઉદ્યોગ માટે જીએસટી દર ઘટાડવાનો આ યોગ્ય સમય છે? ભાર્ગવે કહ્યું કે, જીએસટી ટેક્સ દરમાં ઘટાડો ત્યારે જ યોગ્ય રહેશે, જ્યારે વાહનોની સપ્લાય માંગ કરતા વધારે હશે અને ઉત્પાદન ખરેખર ઉચ્ચ સ્તરે સુધી વધારી શકાશે.

ABOUT THE AUTHOR

...view details