ગુજરાત

gujarat

ETV Bharat / business

સબસિડી વગરના એલપીજી સિલિન્ડર 162.50 રૂપિયા સસ્તા - એલપીજી સિલિન્ડર 162.50 રૂપિયા સસ્તા

સરકાર એલપીજી ગ્રાહકોને દર વર્ષે 14.2 કિગ્રાના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો ગ્રાહકો વધારે સિલિન્ડર ખરીદે છે અથવા જેમણે પોતાની સબસિડી છોડી દીધી છે. તેઓને બજાર ભાવે સબસિડી વગરના સિલિન્ડર ખરીદવા પડે છે.

gas
gas

By

Published : May 1, 2020, 5:05 PM IST

નવી દિલ્હી:સબસિડી વગરના એલપીજી સિલિન્ડર શુક્રવારથી 162.50 રૂપિયા સસ્તા થયા છે. ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણની કિંમતમાં ઘટાડો થવાને કારણે એલપીજી સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિનામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સરકાર એલપીજી ગ્રાહકોને દર વર્ષે 14.2 કિગ્રાના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો ગ્રાહકો વધારે સિલિન્ડર ખરીદે છે અથવા જેમણે પોતાની સબસિડી છોડી દીધી છે તેઓને બજાર ભાવે સબસિડી વગરના સિલિન્ડર ખરીદવા પડે છે.

ગુરુવારે તેનો ભાવ 744 રૂપિયા હતો. જાન્યુઆરી 2019 પછી સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં આ સૌથી મોટો ઘટાડો છે.

ત્યારે સિલિન્ડરના ભાવમાં 150.50 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. અગાઉ સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં એપ્રિલમાં 61.50 રૂપિયા અને માર્ચમાં 53 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં સિલિન્ડરમાં ભાવમાં 144.5 નો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ માર્ચથી, સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 277 નો ઘટાડો થયો છે. આ ફેબ્રુઆરીમાં થયેલા વધારા કરતા વધુ છે.

ABOUT THE AUTHOR

...view details