- દેશના તમામ મેટ્રો શહેરોમાં (ચેન્નઈ સિવાય) પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર પહોંચી
- મુંબઈમાં તો પેટ્રોલની કિંમત (Petrol Price) 107 રૂપિયા પ્રતિલિટર છે
- આજે (ગુરુવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો
નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે રિટેલ ફ્યૂઅલની કિંમતમાં (The cost of retail fuel) ઘટાડો થયા પછી આજે (ગુરુવારે) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol-Diesel Price) કોઈ ફેરફાર નથી થયો. કાલે તમામ મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલમાં 13થી 15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. આ ઘટાડો 7 દિવસ પછી થયો હતો. આમ પણ ચાર મેટ્રો શહેરોમાં (ચેન્નઈ સિવાય) પેટ્રોલની કિંમત પ્રતિલિટર 100ને પાર છે.
આ પણ વાંચો-આજે Share Marketમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17,000ને પાર
ચેન્નઈમાં પેટ્રોલ 100થી ઘટી 99 રૂપિયા પ્રતિલિટર થયું
આપને જણાવી દઈએ કે, તમિલનાડુએ ગયા મહિને રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જ્યારે ગઈકાલના ઘટાડા પછી ચેન્નઈમાં પેટ્રોલ 100 રૂપિયાના સ્તરથી નીચે 99 રૂપિયા પર આવી ગયું છે. તો પુડુચેરીમાં પણ હાલમાં જ 3 ટકા વેટ ઘટવાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં તેલ 2.43 રૂપિયા પ્રતિલિટર સસ્તુ થયું છે.
આ પણ વાંચો-પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?