ગુજરાત

gujarat

ETV Bharat / business

સેવાઓ પુન:સ્થાપિત કરવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી : રેલવે - રેલવે ન્યુઝ

કોરોના વાઇરસને કારણે 21 દિવસ સુધી યાત્રી ટ્રેનોની સેવા સ્થગિત રાખ્યા બાદ 15 એપ્રિલથી રેલવેએ તેની તમામ સેવાઓ પુન:સ્થાપિત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

railway
railway

By

Published : Apr 4, 2020, 8:48 PM IST

નવી દિલ્હી : રેલ્વેએ શનિવારે કહ્યું હતું કે ટ્રેન સેવાઓ પુન:સ્થાપિત કરવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને થોડા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. રેલવે દ્વારા કોરોના વાઇરસને કારણે 21 દિવસ યાત્રી ટ્રેનોને મુલતવી રાખ્યા પછી 15 એપ્રિલથી તેની તમામ સેવાઓ પુન:સ્થાપિત કરવાની તૈયારી શરૂ કર્યા પછી આ નિવેદન આવ્યું છે.

એક અધિકારીએ શનિવારે કહ્યું, "રેલ્વે બોર્ડની દરેક ટ્રેનની મંજૂરી બાદ જ ટ્રેન સેવાઓ પુન:સ્થાપિત કરશે. રેલ્વે બોર્ડે તબક્કાવાર યોજના માટે સૂચન કરવું જોઈએ."

અધિકારીઓએ કહ્યું કે શુક્રવારે રેલ્વે પ્રધાન પિયુષ ગોયલની રેલવે બોર્ડના અધ્યક્ષ સાથેની વીડિયો કોન્ફરન્સ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ ટ્રેનોનું સંચાલન શરૂ થશે.

ABOUT THE AUTHOR

...view details