વર્ષ 2019નું બજેટ રજૂ કરવા માટે નાણાપ્રધાન સિતારમણ બ્રિફકેસનો ઉપયોગ કરશે નહીં. તેઓ લાલ રંગના કાપડનો એક ફોલ્ડર તરીકે ઉપયોગ કરશે અને આ ફોલ્ડર સાથે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા માટે રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે.
બજેટ 2019: સીતારમણે પરંપરા તોડી, બ્રિફકેસની જગ્યાએ લાલ રંગના કાપડનો ઉપયોગ
ન્યૂઝ ડેસ્કઃ આજે પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે, ત્યારે તેમણે વર્ષોથી ચાલતી પરંપરા તોડી છે. સામાન્ય રીતે બજેટ રજૂ કરવા માટે નાણાપ્રધાન વર્ષોથી બ્રિફકેસનો ઉપયોગ કરે છે, પંરતુ આ વખતે નિર્મલા સીતારમણે આ જૂની પરંપરા તોડી છે અને આ વખતે બજેટ રજૂ કરવા માટે તેઓ ફોલ્ડરનો ઉપયોગ કરશે. સામાન્ય રીતે નાણાપ્રધાનને બજેટ રજૂ કરવા માટે બ્રિફકેસની પસંદગી કરવાનો અવસર મળે છે ત્યારે નિર્મલા સીતારમણે આ લાલ રંગના કાપડને પસંદ કર્યું છે.
સૌઃ ટ્વીટર
વધુમાં નિર્મલાએ જણાવ્યું કે, બ્રિફકેસમાં બજેટ રજૂ કરવું એ આપણી સંસ્કૃતિ નથી અને તે પશ્ચિમી સંસ્કૃતિનો ભાગ છે. તેથી તેમણે 'વહી ખાતુ' રજૂ કરવા માટે બ્રિફકેસની જગ્યાએ લાલ રંગના કાપડનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે.