ગુજરાત

gujarat

ETV Bharat / business

PNB છેતરપીંડી કેસ : બ્રિટેનમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી શરૂ - છેતરપીંડી અને મની લોન્ડરીંગ કેસ

પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી અને મનીલોન્ડરીંગના કેસમાં આરોપી નીરવ મોદીએ ભારત સાથે પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે. નીરવના પ્રત્યર્પણને લઇને બ્રિટનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

PNB છેતરપીંડી કેસ : નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી UKમાં શરૂ
PNB છેતરપીંડી કેસ : નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી UKમાં શરૂ

By

Published : May 11, 2020, 12:58 PM IST

લંડન : પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી અને મનીલોન્ડરીંગ કેસમાં ભારતની સાથે પ્રત્યર્પણનો કેસ લડી રહેલા હીરા ઉદ્યોગી નીરવ મોદીને બ્રિટનની કોર્ટમાં આજે સોમવારે રજૂ કરવામાં આવશે. કોરોના વાઇરસની સ્થિતિને લઇ ચાલી રહેલા લોકડાઉનના પગલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી થઇ શકે છે.

નીરવ મોદીની ગત વર્ષે માર્ચમાં ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈડસવર્થ જેલમાં બંધ હતો અને તેને લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતો હતો. પરંતુ જેલ અને કોર્ટમાં ડિસ્ટન્સના નિયમના પગલે વીડિયો કોન્ફરન્સના માધ્યમનો જ એક વિકલ્પ રહ્યો છે.

મહત્વનું છે કે, આજરોજ સોમવારે શરૂ થયેલી સુનાવણી આવનારા 5 દિવસ સુધી ચાલશે.

ABOUT THE AUTHOR

...view details