નીરવ મોદીની જામીન અરજી ફરી કોર્ટે ફગાવી - court
લંડન: બ્રિટનની એક કોર્ટે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી ચોથી વાર બુધવારના રોજ ફગાવી દીધી છે અને 30 મી મે સુધી તેમની ન્યાયિક કસ્ટડી લંબાવી દીધી છે.
વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મેટ્રોપોલિટન પોલીસને 30 મી મે સુધી નીરવને કસ્ટડીમાં રાખવા આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી 30 મે એ થશે. 48 વર્ષના બિઝનેસમેનને 13,000 કરોડ રુપિયાની પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી કરી છે. તેની 19 માર્ચના રોજ હોલબોર્નથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી, તેઓ પ્રત્યાર્પણની કાર્યવાહી સામે લડી રહ્યા છે.
નીરવને વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા દક્ષિણ પશ્ચિમ લંડનમાં સ્થિત વેન્ડ્સવર્થ જેલથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીરવ અને તેના કાકા મહુલ ચોક્સી વિરુદ્ધ ઇડી (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) 13,000 કરોડ રૂપિયાની બેંકના છેતરપીંડીના કેસમાં તપાસ કરી રહી છે.