ગુજરાત

gujarat

ETV Bharat / business

શેરબજારમાં નવો રેકોર્ડઃ સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક નવી ઊંચાઈએ

મુંબઈઃ શેરબજારમાં આજે નવો રેકોર્ડ સર્જાયો છે. સેન્સેક્સ 40,000 અને નિફટી 12,000ની સપાટી ઉપર ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકારની રચના, સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકાર રચાઈ અને નાણાપ્રધાન પદે નિર્મલા સીતારમન, જે સમાચાર પછી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઑલરાઉન્ડ લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 553.42(1.39 %) ઉછળી 40 હજારની અતિમહત્વની સપાટી કૂદાવી 40,267.62 ઐતિહાસિક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 165.75 (1.39 %) ઉછળી 12,088.55 લાઈફ ટાઈમ હાઈ બંધ થયો હતો.

શેરબજારમાં નવો રેકોર્ડઃ સેન્સેક્સ અને નિફટી ઐતિહાસિક નવી ઊંચાઈએ

By

Published : Jun 3, 2019, 4:54 PM IST

ઓટોમોબાઈલ કંપનીઓનો પ્રોત્સાહક દેખાવ અને મે મહિનામાં ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓના ઉત્સાહજનક આંકડા પછી શેરબજારમાં તેજીવાળા ખેલાડીઓની ભારે લેવાલી આવી હતી. જેથી સેન્સેક્સ અને નિફટીએ નવો ઊંચાઈનો રેકોર્ડ સર્જ્યો હતો. 23 મેના રોજ સેન્સેક્સ 40,124.96નો આંકડો જોવાયો હતો. અને નિફટીએ 12,081.85નું લેવલ બતાવ્યું હતું. આજે સેન્સેક્સ અને નિફટીએ જૂના લેવલ ક્રોસ કર્યા હતા.

ચાલુ નાણાકીય વર્ષના મે મહિનામાં P.M.I વધીને 52.7 આવ્યો છે. જે સમાચાર પાછળ F.I.I.Aએ નવી લેવાલી કાઢી હતી.અને ખાસ કરીને ઈન્ડેક્સ આધારિત શેરોમાં ભારે લેવાલી આવી હતી. જો કે સામે G.D.P ઘટીને આવ્યો હોવા છતાં તેજીવાળા બુલિશ થયા હતા. 5 જુલાઈએ બેજટ રજૂ થનાર છે. જેમાં મોદી સરકાર નવા આર્થિક સુધારાને વધુ આગળ ધપાવવા માટે નવી યોજનાઓની જાહેરાત કરશે. તેમજ G.D.P ગ્રોથ વધે તે માટે નક્કર પગલા લેશે. જે આશાવાદ પાછળ શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવાયું હતું.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે હીરો મોટો 6.01 % ઉછળી રૂ. 2842.50, બજાજ ઓટો 3.92 % ઉછળી રૂ.3039.30, ઈન્ડુસઈન્ડ બેંક 3.70 % વધી રૂ.1663.85, એશિયન પેઈન્ટ 3.65 % વધી રૂ.1458 અને એચયુએલ 2.90 %વધી રૂ.1837 બંધ રહ્યો હતો.

સૌથી વધુ ગગડેલા શેર

આજે I.C.I.C.Iબેંક 0.13 ટકા ઘટી રૂ.422.85, N.T.P.C 0.11 ટકા ઘટી રૂ.133.05 અને I.T.C 0.04 ટકા ઘટી રૂ.278.55 બંધ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details