ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતીયોને આકર્ષવા Netflix એ 199 રુપિયાનો 'મોબાઇલ ઓનલી' પ્લાન કર્યો રજુ - એમેઝોન પ્રાઇમ

નવી દિલ્હી: પ્રીમિયમ વીડિઓ સ્ટ્રીમિંગ કંપની Netflixએ એમેઝોન પ્રાઇમ વીડિયો અને અન્ય સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતીય વપરાશકર્તાઓને આકર્ષવા 199 રુપિયાનો 'મોબાઇલ ઓનલી' પ્લાન રજૂ કર્યો છે

file photo

By

Published : Jul 25, 2019, 11:22 AM IST

Netflix છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં મોબાઇલ ઓનલી પ્લાનનું પરીક્ષણ કરી રહી હતી. જો કે કંપનીએ તેના અન્ય ત્રણ પ્લાનમાં પણ ફેરફાર કર્યા છે.

Netflix ના ડિરેક્ટર અજય અરોરાએ બુધવારે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે ભારતીયો મનોરંજનમાં પોતાનો 30 ટકા સમય ફાળવે છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વધુ લોકો મોબાઇલ ફોન પર વીડિયો જુએ છે.

તેમણે જણાવ્યું હતું કે દુનિયાના અન્ય દેશોની સાપેક્ષમાં ભારતમાં મોબાઈલ ફોન પર નેટફ્લિક્સ વપરાશ કરનારા લોકોની સંખ્યા વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે 199 રૂપિયાનો માસિક પ્લાન ભારત માટે બનાવવામાં આવ્યો છે.

અરોરાએ કહ્યું કે કંપનીએ અન્ય દેશમાં પણ આવી જ રીતે મોબાઇલ પ્લાનનું પરીક્ષણ કર્યું છે, પરંતુ હાલ આ પ્લાનની જાહેરાત ફક્ત ભારતમાં કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details