- પ્રત્યેક Rs.1,000ની ફેસ વેલ્યૂનો સુરક્ષિત અને અસુરક્ષિત NCDનો ઇશ્યૂ
- NCD ઇશ્યૂમાં Rs.125 કરોડના બેઝ ઇશ્યૂ કદનો
- સુરક્ષિત NCDનો ભાગ Rs.200 કરોડ સુધીનો અને અસુરક્ષિત NCDનો ભાગ Rs.50 કરોડ સુધીનો
અમદાવાદ: મુથુટ્ટુ મિનિ ફાઇનાન્સર્સ લિમિટેડ 14મો NCD ઇશ્યૂ એકંદરે Rs.125 કરોડનો છે અને Rs.125 કરોડના ઓવર-સબ્સ્ક્રિપ્શન જાળવવાના વિકલ્પ સાથે તે કુલ મળીને Rs.250 કરોડનો છે. 14મો NCD ઇશ્યૂ વાર્ષિક 9.00 ટકા થી 10.25 ટકાના કૂપન રેટ સાથે NCDના ભરણાં માટે વિવિધ વિકલ્પો આપે છે. 14મો ઇશ્યુ 30 માર્ચ, 2021ના રોજ ખુલી ગયો છે અને વહેલો બંધ કરવા અથવા લંબાવવાના વિકલ્પ સાથે 23મી એપ્રિલ, 2021ના રોજ બંધ થશે.
ચોખ્ખી NPA 0.59 ટકા
30 સપ્ટેમ્બર 2020 સુધીમાં, MMFL પાસે મુખ્યત્વે ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાંથી કુલ મળીને Rs.1825.55 કરોડના 3,69,019 ગોલ્ડલોન એકાઉન્ટ્સ હતા. જે તેની કુલ લોન્સ અને એડવાન્સિસમાં 97.27 ટકા ભાગ ધરાવતા હતા. 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા દરમિયાન તેની ચોખ્ખી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 0.59 ટકા હતી, જે માર્ચ 2020માં નોંધાયેલી 1.34 ટકા ચોખ્ખી નોન-પરફોર્મિંગ એસેટ્સ કરતા નીચી હતી.
વધુ વાંચો:ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે