ન્યુ દીલ્હી : એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ સતત ત્રીજા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. ફોર્બ્સે જાહેર કરેલી અબજોપતિઓની 2020ની લિસ્ટ મુજબ ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ 113 અબજ ડોલર હતી. ઝૂમના સ્થાપકો પણ આ લિસ્ટમાં સ્થાન બનાવવામાં કામયાબ થયા છે. રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
મુકેશ અંબાણી 21માં સ્થાને છે
અંદાજીત 36.8 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે મુકેશ અંબાણી, ફોર્બ્સની વૈશ્વિક લિસ્ટમાં 21માં ક્રમે છે, જોકે હવે તેમની સંપત્તિ 45 અબજ ડોલરની નજીક પહોંચી ગઈ છે. ભારતની આ યાદીમાં અન્ય આંકડા શેરબજારના દિગ્ગજો છે. ડીમાર્ટના સ્થાપક અને ઉદ્યોગપતિ રાધાકૃષ્ણ દમાણી 78માં ક્રમે છે. આ ઉપરાંત ભારતના એચસીએલના સ્થાપક શિવ નાદર 103માં, ઉદય કોટક 129માં અને સુનિલ ભારતી મિત્તલ આ વૈશ્વિક યાદીમાં 157માં સ્થાને છે.