નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ નથી રહ્યાં. હવે આ સ્થાન ચીનના જેક માએ પ્રાપ્ત કરી લીધું છે. હવે જેક મા એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે.
ભારતના સૌથી મોટા ઉધોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ગત અઠવાડિયે 2.93 લાખ કરોડનું નુકશાન થયું છે. અને એશિયાના નંબર 1 અમીર વ્યક્તિના સ્થાન પરથી નામ હટી ગયું છે. હવે આ સ્થાન ચીનના ધનકુબેર જેક માં એ પ્રાપ્ત કરી લીધું છે. તેલના ભાવમાં વૈશ્વિક બજારમાં ઘટાડો થતાં મુકેશ અંબાણીને 5.8 અરબ ડોલરનું નુકશાન થયું છે અને હવે તેમની સંપતિ ઘટીને 41.9 અરબ ડોલર થઈ ગઈ છે. આ ઘટના બાદ તેમનું નામ એશિયાના બીજા ધનવાન વ્યક્તિ તરીકે આવી ગયું છે.