ગુજરાત

gujarat

ETV Bharat / business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનો પગાર સતત 12 વર્ષથી નથી વધ્યો - મુકેશ અંબાણીનો પગાર નથી વધ્યો

ઉદ્યોગસાહસિક મુકેશ અંબાણીએ કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને ધ્યાનમાં રાખીને આ વખતે પણ તેમણે પગાર વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. અંબાણીએ તેમનો પગાર, અન્ય સુવિધાઓ, ભથ્થાં અને કમિશન 2008-09થી રૂપિયા 15 કરોડ પર સ્થિર રાખ્યો છે.

મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

By

Published : Jun 24, 2020, 3:36 PM IST

નવી દિલ્હી: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 15 કરોડના સ્તરે પોતાનો પગાર અને ભથ્થું અને કમિશન રાખ્યું છે. કંપની તરફથી મળતું તેમનુ વાર્ષિક પારિતોષિત સતત 12 મા વર્ષે સ્થિર રહ્યું.

મુકેશ અંબાણીએ કોવિડ -19 રોગચાળાને કારણે સર્જાયેલા સંકટને ધ્યાનમાં રાખીને આ વખતે પણ તેમણે પગાર વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે. અંબાણીએ તેમનો પગાર, અન્ય સુવિધાઓ, ભથ્થાં અને કમિશન 2008-09થી રૂપિયા 15 કરોડ પર સ્થિર રાખ્યો છે.

આ રીતે, તેણે દર વર્ષે તેના વેતનમાં 24 કરોડ રૂપિયાથી વધુનું બલિદાન આપ્યું છે. એક તરફ અંબાણીએ પોતાનો પગાર સ્થિર રાખ્યો છે તો બીજી તરફ કંપનીના તમામ ફુલ-ટાઇમ ડિરેક્ટર, જેમાં તેમના સંબંધીઓ નિખિલ અને હિતલ મેસવાની સહિતના પગારમાં 31 માર્ચ 2019 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે.

કંપનીના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "દેશમાં કોવિડ -19 રોગચાળાની વ્યાપક અસર અને તેની સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક અસરને ધ્યાનમાં રાખીને, કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સ્વેચ્છાએ તેમનો પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો છે. "

આ ઉપરંત કર્મચારીઓનો પગાર 10થી 50 ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details