આ યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ભારતમાં LGBTU (લેસ્બિયન, ગે, બાઈસેક્સ્યુલ અને ટ્રાન્સજેન્ડર) સમુદાયના હક માટે લડનારી વકીલ અરુંધતિ કાટજૂ અને મેનકા ગુરુસ્વામી સામેલ છે. ભારતીય-અમેરિકી કૉમેડિયન અને ટીવી હોસ્ટ હસન મિનહાજ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોપ ફ્રાન્સિસ, ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન, ગોલ્ફ ખેલાડી ટાઈગર વુડ્સ અને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
ટાઈમ માટે મુકેશ અંબાણીની પ્રોફાઈલ મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લખી છે. મહિન્દ્રાએ કહ્યું કે, અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી ભારતીય ઉદ્યોગ જગતમાં એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પરંતુ મુકેશ અંબાણી તેમના પિતાની તુલનામાં વધારે મહત્વાકાંક્ષી છે. તેઓ પોતાના બધા જ કામની શરૂઆત પોતાના પિતાના આશીર્વાદ સાથે કરે છે.