હવામાન વિભાગે જૂન મહિનાથી માંડીને સપ્ટેમ્બર મહિના સુધીમાં 96 ટકા વરસાદ આવવાની આગાહી કરી છે. એટલું જ નહી હવામાન વિભાગના કહેવા પ્રમાણે, ઈન્ડિયન ઓશન ડાયપોલને કારણે આખા દેશમાં વરસાદનું વિતરણ સારુ રહેશે. વીતેલા પાંચ વર્ષમાં 3 વર્ષ સામાન્યથી ઓછો વરસાદ થયો છે.
અલનીનોનો ભય છતાં દેશમાં ચોમાસું સારુ રહેશેઃ હવામાન વિભાગ - NEW DELHI
નવી દિલ્હી: અલનીનોને લઈને દુનિયાભરની એજન્સીઓની આશંકા છતાં ભારતીય હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સારો વરસાદ થવાની આશા જગાડી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલમાં અલનીનોની સ્થિતિ છે, પણ ચોમાસું આવતાં અલનીનો નબળું પડી જશે. આથી ચોમાસા પર અલનીનોની બહુ લાંબી અસર નહી પડે.

ફાઇલ ફોટો
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, હાલમાં અલનીનોની સ્થિતી સર્જાયેલી છે. પરંતુ ચોમાસું આવતા સુધીમાં અથવા તો ચોમાસાની શરૂઆતમાં જ અલનીનો નબળું પડી જશે. તેમજ દેશમાં આ વર્ષે વરસાદ સારો રહેવોની મજબૂત ધારણા છે.