ગુજરાત

gujarat

ETV Bharat / business

20 એપ્રિલથી ઈ-કૉમર્સ કંપનીઓમાંથી મોબાઇલ, ટીવી, રેફ્રિજરેટર જેવા ઉત્પાદનો ખરીદી શકાશે - ઇ-કૉમર્સ ન્યૂઝ

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોબાઇલ ફોન, ટીવી, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો 20 એપ્રિલથી ઇ-કૉમર્સ કંપનીઓના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જો કે, આ માલની ડિલિવરી માટે સંબંધિત સત્તા દ્વારા મંજૂરી લેવી પડશે.

ઈ-કૉમર્સ કંપનીઓ
ઈ-કૉમર્સ કંપનીઓ

By

Published : Apr 16, 2020, 7:41 PM IST

નવી દિલ્હી: એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કૉમર્સ કંપનીઓ દ્વારા મોબાઇલ ફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ, લેપટોપ અને સાફ-સફાઇ સંબંધિત ઉત્પાદનોના વેચાણને 20 એપ્રિલથી મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી દ્વારા ગૃહ સચિવ અજય ભલ્લા દ્વારા 'લોકડાઉન' લંબાવીને મે સુધી વધારવાના સંદર્ભમાં અપાયેલી સુધારણા માર્ગદર્શિકાના એક દિવસ બાદ સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોબાઇલ ફોન, ટીવી, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો 20 એપ્રિલથી ઇ-કૉમર્સ કંપનીઓના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. જો કે, આ માલની ડિલિવરી માટે સંબંધિત સત્તા દ્વારા મંજૂરી લેવી પડશે.

મંત્રાલયે કહ્યું, "ઇ-કૉમર્સ કંપનીઓના વાહનોને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે."

સરકારના આ પગલાને ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. 25 મી મેના બંધ પછીથી આ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. મોટી સંખ્યામાં લોકો ઇ-કૉમર્સ કંપનીઓના 'લોજિસ્ટિક્સ' અને માલની સપ્લાયમાં સામેલ છે. આ ક્ષેત્રો ખોલીને, સરકાર કર્મચારીઓના વિશાળ વર્ગના હિતોનું રક્ષણ કરવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details