નવી દિલ્હી : દેશની 10 સરકારી બેન્કોને વિલય કરીને ચાર મોટી બેન્ક બનાવવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે. એક એપ્રિલથી આ 10 બેન્કોનું વિલિનિકરણ કરીને ચાર મોટી બેન્કો બનશે. જે દેશની આર્થિક ક્ષેત્રની સૌથી મોટું વિલિનિકરણ હશે. ભારતીય રિઝર્વ બેન્કે શનિવારે આ વિલયને લઇને નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મહિનાની શરૂઆતમાં જાહેર એક નોટિફિકેશન મારફતે લાગુ થશે.
યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સનો વિલય પંજાબ નેશનલ બેન્કમાં કરવામાં આવ્યો છે. આ વિલય બાદ તે જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે. જ્યારે સિન્ડિકેટ બેન્કનું કેનરા બેન્ક સાથે મર્જર થયું છે. આ સાથે અલ્હાબાદ બેન્કનું મર્જર ઇન્ડિયન બેન્કમાં થયું છે. આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયામાં કરી દેવામાં આવ્યું છે.
આ વિલય બાદ દેશમાં સાત મોટા આકારની બેન્ક હશે જેનો કારોબાર 8 લાખ કરોડ રૂપિયાથી વધુનો હશે. વિલય બાદ દેશમાં સાત મોટી બેન્ક, પાંચ નાની બેન્ક રહેશે. મહત્વનું છે કે વર્ષ 2017માં જાહેર ક્ષેત્રોની બેન્કોની સંખ્યા દેશમાં 27 હતી. આ સિવાય સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કનો વિલય કર્યો છે. આ ત્રણના વિલય બાદ બનનારી બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે.
બેન્ક એમ્પ્લોયી યુનિયન્સ તથા અસોસિયેશને આ વિલયને રદ કરવા મહેનત કરી હતી. કારણ કે આ લોકડાઉનનો સમય છે. તેમણે કહ્યું કે, જન ધન યોજના એકાઉન્ટ હોલ્ડર્સને સરકારની ફાયદાનું વિતરણ એક વધારાનો પડકાર છે. રિઝર્વ બેન્કના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલ દ્ધારા જાહેર નોટિફિકેશન અનુસાર, ઇલાહાબાદ બેન્કના ખાતાધારકો અને જમાકર્તા એક એપ્રિલ 2020થી ઇન્ડિયન બેન્કના ગ્રાહક તરીકે માનવામાં આવશે. તે જ રીતે આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કના ગ્રાહકો, ખાતાધારકો અને જમાકર્તા તમામ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક તરીકે માનવામાં આવશે.