મુંબઇ: મજબૂત વિદેશી સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં મંગળવારે ભારે ઉછાળો જોવા મળ્યો હતો . જોરદાર લેવાલીને લીધે સેન્સેક્સ 2400 પોઇન્ટ વધીને 30,000 ની સપાટી વટાવી ગયો અને નિફ્ટી 700 પોઇન્ટ ઉછાળીને 8,700 પર પહોંચી ગયું.
સેન્સેક્સે રચ્યો ઇતિહાસ, રેકોર્ડ વધારા સાથે 30 હજારને પાર, નિફ્ટી પણ મજબૂત
સેન્સેક્સ 2400 પોઇન્ટ વધીને 30,000 ની સપાટીને વટાવી ગયો અને નિફ્ટી પણ 700 પોઇન્ટ ઉછળીને 8,700 ની સપાટી પર આવી ગયું છે.
bse
30 શેરોવાળા સેન્સેક્સ 2476.26 પોઇન્ટ એટલે કે 8.97 ટકા વધીને 30,067.21 ના સ્તર પર બંધ થયો છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 720.10 પોઇન્ટ એટલે કે 8.69 ટકા સાથે 8,785.90 પોઇન્ટ પર બંધ રહ્યું છે.
આ પહેલા બપોરે 1 વાગ્યે સેન્સેક્સ અગાઉના સત્રની તુલનામાં 1762.54 પોઇન્ટ એટલે કે 6.39 ટકાના વધારા સાથે 29,353.49 પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 511.30 પોઇન્ટ એટલે કે અગાઉના સત્રથી 6.32 ટકાના વધારા સાથે 8,595.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.