- નવો મહિનો તેની સાથે મોંઘવારીનો નવો હપ્તો પણ લાવી રહ્યો
- આજથી બેન્કિંગ, ઇન્ડિયા પોસ્ટ સહિત અન્ય ક્ષેત્રોમાં ઘણા નિયમોમાં ફેરફાર
- ICICIની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે આજથી વધુ ચૂકવણી કરવી પડશે
નવી દિલ્હી :આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. નવો મહિનો તેની સાથે મોંઘવારીનો નવો હપ્તો પણ લાવી રહ્યો છે. દેશભરમાં 1 ઓગસ્ટથી બેન્કિંગ અને ઇન્ડિયા પોસ્ટ સહિત અન્ય ક્ષેત્રો સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. આ ફેરફારો તમારા ખિસ્સા અને દૈનિક જીવન પર પણ અસર કરશે. આ નિયમો આજથી અમલમાં આવી રહ્યા છે. ચાલો જાણીએ કે, આ ફેરફારો શું છે અને તે તમને કેવી રીતે અસર કરશે.
ATMમાંથી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારો
જો તમે તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી અન્ય કોઈ બેન્કના ATMમાંથી પૈસા ઉપાડો છો તો આ માટે તમારે આજની સરખામણીમાં વધારે ચાર્જ ચૂકવવા પડશે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ તમામ બેન્કોને 1 ઓગસ્ટથી તેમના ઇન્ટરચેન્જ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. બેન્કો દરેક નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ચાર્જ તરીકે 15 રૂપિયા લે છે. હવે 1 ઓગસ્ટથી 2 રૂપિયાના વધારા સાથે આ ચાર્જ 17 રૂપિયા થશે. જો આપણે બિન-નાણાકીય વ્યવહારોની વાત કરીએ, તો હાલમાં 5 રૂપિયાનો ઇન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડે છે. જે હવે 1 ઓગસ્ટથી 6 રૂપિયા થશે. RBI ના સુધારેલા નિયમો અનુસાર ગ્રાહકો તેમની બેન્કના ATMમાંથી દર મહિને 5 ટ્રાન્ઝેક્શન ફ્રી કરી શકે છે. ગ્રાહકો અન્ય બેન્કોના ATMમાંથી મેટ્રો શહેરોમાં ત્રણ અને બિન-મેટ્રો શહેરોમાં પાંચ મફત ATM ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન માટે વધારાના ચાર્જ ચૂકવવા પડશે.
ICICI બૈંકની સેવાઓ થશે મોંઘી
ભારતની અગ્રણી ખાનગી બેન્ક ICICIની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારે 1લી ઓગસ્ટથી વધુ ચૂકવણી કરવી પડશે. બચત ખાતા ધારકો માટે ATM ઇન્ટરચેન્જ ફી અને ચેક બુક ચાર્જ આજથી વધશે. આ સાથે બેન્ક તેના ગ્રાહકોને ચાર મફત વ્યવહારોની સુવિધા આપશે. જે પછી તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 150 રૂપિયા ફી ચૂકવવી પડશે.
હવે રજાના દિવસે પણ ખાતામાં પગાર આવશે