બેંકે 2.04 કરોડ લોનની ચુકવણીને લઇ માલ્યાના એપાર્ટમેન્ટને કબજામાં લેવા માટેના પગલા લીધા હતા. કેસની સુનાવણી છેલ્લા અઠવાડીયામાં થવાની હતી.
વિજય માલ્યાને ફ્લેટના લોનની ચૂકવણી માટે મળ્યો વઘુ સમય - pay up
લંડન: વિજય માલ્યાએ હોમ લોનને લઇને સ્વિ્ટઝરલૈંડની બેંક UBSની સાથે કાનૂની વિવાદનું સમાધાન કરી લીધુ છે. બેંકે માલ્યાને લંડનના એક પોશ વિસ્તારમાં એક ફ્લેટના લોનની ચૂકવણી માટે આવનારી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.
![વિજય માલ્યાને ફ્લેટના લોનની ચૂકવણી માટે મળ્યો વઘુ સમય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3286171-thumbnail-3x2-malya.jpg)
માલ્યાને લંડનના મકાનની ચુકવણી માટે મળ્યો વઘુ સમય
માલ્યાની વિરૂદ્ધ ભારતમાં બેંકોની સાથે દેવામાં છેતરપીંડી એને મની લોંન્ડરીંગ જેવા કેસોને લઇને કાર્યવાહી ચાલી રહી છે. જેને લઇને ભારતના કાયદા હેઠળ તેને ભાગેડુ જાહેર કર્યો છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે, માલ્યાને મકાનમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. પરંતુુ જો તે 30 એપ્રિલ 2020 સુધીમાં દેવાની ભરપાઇ નહીં કરે તો બેંક તે સંપતિને ઝપ્ત કરી લેશે.