ગુજરાત

gujarat

ETV Bharat / business

Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

Mahindra XUV 700 SUV ના લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. આ જ કારણ છે કે, કંપનીએ આ લેટેસ્ટ SUV માટે શાનદાર બુકિંગ નોંધાવ્યું છે. કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, XUV 700 ને એક કલાકમાં 25 હજાર બુકિંગ મળ્યા છે. કંપનીએ દાવો કર્યો હતો કે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ માટે આ બુકિંગ આંકડો ઘણો સારો છે.

Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી
Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

By

Published : Oct 8, 2021, 5:04 PM IST

  • નવી એસયુવી મહિન્દ્રા એક્સયુવી 700ના બુકિંગનો 7 ઓક્ટોબરથી પ્રારંભ
  • સરેરાશ 57 મિનિટની અંદર 25,000 બુકિંગ મળ્યું
  • શુક્રવારે સવારે ફરીથી નવી કિંમતની સાથે બુકિંગ રીઓપન થશે


નવી દિલ્હી : Mahindra XUV 700 SUVને લઇને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ કારણ છે કે કંપનીની આ લેટેસ્ટ એસયુવીની શાનદાર બુકિંગ થયું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે એક કલાકમાં 25 હજાર XUV 700નું બુકિંગ થયું છે. કંપનીએ દાવો કર્યો હતો કે બુકિંગનો આ આંકડો ઇન્ડિયન ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ શાનદાર છે.

એસયુવીની શરૂઆતી 25 હજાર બુકિંગ્સ

XUV 700ને કંપનીએ આકર્ષક ઇન્ટ્રોક્ટરી પ્રાઇઝ સાથે લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે આ કિંમત એસયુવીની શરૂઆતી 25 હજાર બુકિંગ્સ માટે ઉપલબ્ધ હતી. કારનું બુકિંગ હવે આઠ ઓક્ટોબર સવારે 10 વાગ્યે ફરીથી શરૂ થશે. ગ્રાહકો ડીલરશીપની સાથે ડિઝિટલ પ્લેટફોર્મ પર પણ બુક કરી શકે છે.

આ પણ વાંચો : RBI નાણાકીય નીતિની સમીક્ષાની જાહેરાત કરશે, જાણો અર્થશાસ્ત્રીઓના અભિપ્રાય

એસયુવીના પેટ્રોલ ટોપ એન્ડ મેન્યુઅલી વેરિયન્ટની કિંમત 17.59 લાખ રૂપિયા

કારની બેઝ એમએક્સ વેરિયન્ટની શરૂઆતની કિંમત 11.99 લાખ રૂપિયા છે. તે એસયુવીના પેટ્રોલ ટોપ એન્ડ મેન્યુઅલી વેરિયન્ટની કિંમત 17.59 લાખ રૂપિયા છે. ક્યારે થશે ડિલીવરી દિગ્ગજ કંપની પોતાની નવી મહિન્દ્રા એક્સયુવી 700 એસયુવીની ડિલીવરી 10 ઓક્ટોબરથી શરુ કરવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ડીઝલ વેરિએન્ટ પહેલાં પેટ્રોલ વેરિએન્ટની ડિલીવરી શરૂ કરવામાં આવશે. બે નવા વેરિએન્ટ પણ રજૂ કર્યા મહિન્દ્રાએ આ નવી એસયુવીના બે નવા વેરિએન્ટ પણ રજૂ કર્યા છે. કંપની મુજબ, ડીઝલ એન્જિનની સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્મિશનમાં ઉપલબ્ધ રહેશે. 7 બેઠકોવાળા બે નવા એડિશન- AX7 Luxury - MT અને AX7 Luxury- AT+AWD (ઓલ-વ્હીલ ડ્રાઈવ)ની કિંમત અનુક્રમે 19.99 લાખ અને 22.89 લાખ રૂપિયા છે.

આ પમ વાંચો : ઓક્ટોબરના 8 દિવસમાં 5 વખત Petrol-Dieselની કિંમત વધી, અમદાવાદમાં પેટ્રોલ 100ને પાર

ABOUT THE AUTHOR

...view details