ગુજરાત

gujarat

ETV Bharat / business

'મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર', કોરોનાની હોસ્પિટલોમાં 3000 યૂનિટનું વિતરણ - વેન્ટિલેટર

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પુષ્ટિ કરી છે કે, "અત્યાર સુધીમાં લગભગ 3000 મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર રાજ્યોમાં વહેંચવામાં આવ્યા છે, જે વેન્ટિલેટર વિવિધ હોસ્પિટલોમાં રાખવામાં આવશે."

મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર
મેડ ઇન ઇન્ડિયા વેન્ટિલેટર

By

Published : Jun 16, 2020, 8:05 PM IST

નવી દિલ્હી: "મેક ઈન ઈન્ડિયા" પહેલના ભાગ રૂપે, કેન્દ્ર સરકારે કોવિડ -19 સામે લડવા માટે દેશભરની હોસ્પિટલોમાં દેશી વેન્ટિલેટરનું વિતરણ શરૂ કર્યું છે. પ્રથમ સ્લોટમાં રાજ્યોમાં 3000 જેટલા ઘરેલું વેન્ટિલેટરનું વિતરણ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 1 મેના રોજ એક નિવેદનમાં જૂન સુધીમાં 75,000 વેન્ટિલેટરની અંદાજિત માંગના સંકેત આપ્યા હતા. ઉપરાંત રાજ્ય સરકારોની આવશ્યકતા મુજબ ઓર્ડર આપવામાં આવ્યા હતા.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પુષ્ટિ કરી છે કે, "અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3000 વેન્ટિલેટર રાજ્યોમાં વહેંચવામાં આવ્યા છે, જે વિવિધ હોસ્પિટલોમાં રાખવામાં આવશે."

અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વેન્ટિલેટરના ઘરેલું ઉત્પાદનમાં વેગ આવશે. મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત વેન્ટિલેટરના સ્થાનિક ઉત્પાદકોને મહત્વ આપવામાં આવ્યો છે.

ઘરેલું ઉત્પાદક AGVA (ઓટોમોબાઈલ કંપની- મારુતિ સુઝુકી લિમિટેડના સહયોગથી)થી 10,000 વેન્ટિલેટર માંગવામાં આવી હતી. APMZ(એપી મેડટેક ઝોન)ને લગભગ 13,500 યુનિટ્સના ઓર્ડર મળ્યા હતા. તેના સિવાય અન્ય એક ભારતીય કંપની જ્યોતિ CNCને 5000 વેન્ટિલેટર વિકસિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

13 મેના રોજ, કેન્દ્ર સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, દેશભરમાં કોવિડ-19 કેસને પહોંચી વળવા અને તેને લઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે પીએમ કેયર ફંડમાંથી આશરે 2000 કરોડના ખર્ચે 50,000 'મેડ ઇન ઇન્ડિયા' વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે.

આ વેન્ટિલેટર તમામ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોમાં સરકાર સંચાલિત કોવિડ-19 કેસોની સારી સારવાર માટે કોવિડ હોસ્પિટલોને આપવામાં આવશે. દરમિયાન, હૈમિલ્ટન, માઇન્ડ્રે અને ડ્રેગર જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓને વેન્ટિલેટર સપ્લાય કરવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details