નવી દિલ્હી: કાશ્મીરી ગેટમાં મોટર પાર્ટ્સનું બજાર છે. તે એશિયાનું મોટુ મોટર પાર્ટ્સ માર્કેટ છે અને આ ઓળખ ઉભી કરવામાં ચીનનું મોટું યોગદાન છે. અહીંના વેપારીઓ કહે છે કે, લગભગ 30 ટકા મોટર પાર્ટ્સ આ વેપારમાં ચીનમાંથી આવે છે, પરંતુ કોરોનાની ગંભીરતાને કારણે લોકડાઉનને કારણે ચીનથી આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
કોરોના લોકડાઉનને લીધે ભારતના મોટર પાર્ટ્સના બજારને સૌથી વધુ અસર
કોરોના અને લૉકડાઉનને કારણે ચીનથી આયાત-નિકાસ સંપૂર્ણપણે બંધ છે. આવી સ્થિતિમાં મોટર પાર્ટ્સના વેપારીઓ ખૂબ ચિંતિત છે, જેમનો 30-40 ટકા ધંધો ચીનથી આવતા માલ પર આધારીત છે.
લોકડાઉનના ચોથા તબક્કામાં દિલ્હી સરકારે વેપારીઓને થોડી રાહત આપી છે અને આ રાહતમાં આ બજાર પણ સામેલ છે. અહીં ઓડ-ઇવનના આધારે દુકાનો ખોલવામાં આવી રહી છે, પરંતુ હવે એવી આશંકા સેવાઈ રહી છે કે, મોટરના આ ભાગો વેચાઇ જશે કે ખાલી થઇ જશે ત્યારે તેઓ શું વેચશે. તેઓ તેના માટે પણ તૈયાર છે કે આ પાર્ટ પર ડ્યુટી અથવા ટેક્સ વધારવામાં આવે તો મંજૂર છે ફક્ત ચીનથી આયાત ચાલુ રહે.
મોટર પાર્ટ્સના માર્કેટ એસોસિએશનના સેક્રેટરી જનરલ વિનય નારંગે કહ્યું હતું કે, ભારત આવી પ્રોડક્ટ બનાવવાની સ્થિતિમાં નથી અને જો માલ ત્યાંથી નહીં આવે તો માર્કેટ ટકી નહીં શકે. સરકારે તે પ્રકારનું બજાર બનાવવું જોઈએ, કંપનીઓને તે પ્રકારની મુક્તિ આપવી જોઈએ, જેથી ભારતમાં પણ તેનું ઉત્પાદન થઈ શકે.