નવી દિલ્હીઃ વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ(ERD)એ જીવન વીમા પોલિસી ધારકોને પ્રીમિયમની ચૂકવણી માટે 30 દિવસનો વધુ સમય આપ્યો છે. કોરોના વાઇરસ મહામારીના કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ પલગું લેવામાં આવ્યું છે.
એવામાં વીમા પોલિસી ધારકના નવીનીકરણની તારીખ માર્ચ અને એપ્રિલમાં આવે છે. જેથી હવે તેમને પ્રીમિયમની ચૂકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ERDએ આરોગ્ય પોલિસી અને ત્રીજા પક્ષ મોટર વીમાના નવીનીકરણ પ્રીમિયમની ચૂકવણી કર્યા પહેલાં જ વધારાનો આપી દીધો છે.