- સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારનું ફ્લેટ ક્લોઝિંગ
- નિફ્ટી (Nifty) 15 પોઈન્ટ તો સેન્સેક્સ (Sensex) 66 પોઈન્ટ ઘટીને બંધ થયો
- બેન્ક નિફ્ટી (Bank Nifty) 107 પોઈન્ટ ઘટીને 34,584 પર બંધ થયો
અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજારનું (Share Market) ક્લોઝિંગ ફ્લેટ (Flat Closing) રહ્યું છે. આજે બપોરે 3.40 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange ) 66 પોઈન્ટ ઘટીને 52,587 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 15 પોઈન્ટ ઘટીને 15,763ના સ્તર પર બંધ થયો છે. તો મિડકેપ 303 પોઈન્ટ વધીને 27,815ના સ્તર પર બંધ થયો છે. તો બેન્ક નિફ્ટી (Bank Nifty) 107 પોઈન્ટ ઘટીને 34,584 પર બંધ થયો છે.
આ પણ વાંચોઃમુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા અંગે કરી મોટી વાત, કહ્યું - હાલ જરૂરી છે કે...
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા (Top Losers) શેર્સ
આજે દિવસભર શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. આજે સૌથી વધુ 5 ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, સન ફાર્મા (Sun Pharma) 10.09 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 7.25 ટકા, કિપ્લા (Cipla) 4.18 ટકા, શ્રી સિમેન્ટ (Shree Cements) 2.27 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.25 ટકા ઉંચકાયા હતા. જ્યારે સૌથી વધુ 5 ગગડેલા શેર્સની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -2.90 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -2.69 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -2.58 ટકા, એસબીઆઈ (SBI) -2.21 ટકા ગગડ્યા હતા.
આ પણ વાંચોઃજિંદાલ સ્ટેઈનલેસને પ્રથમ ત્રિમાસિકમાં રૂપિયા 271 કરોડનો લાભ, 2,150 કરોડના વિસ્તરણ યોજનાની ઘોષણા
કંપનીઓ ઓગસ્ટમાં IPOથી 28,000 કરોડથી વધુ ફંડ એકઠું કરી શકે છે
જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)થી 50,000 કરોડ રૂપિયાથી વધુ હાંસલ કર્યા બાદ પ્રાઈમરી માર્કેટ (Primary market)માં ઓગસ્ટમાં પણ તેજી આવવાની આશા છે. આગામી મહિને કંપનીઓ તરફથી IPOથી ભેગા કરવામાં આવનારું ફંડ જુલાઈથી વધુ રહેવાની સંભાવના છે. બેન્ચ માર્ક ઈન્ડેક્સના રેકોર્ડ હાઈ લેવલ નજીક હોવાના કારણે સેકન્ડરી માર્કેટ (Secondary Market)માં થોડી સ્થિરતા છે અને આનો ફાયદો પ્રાઈમરી માર્કેટ (Primary market)ને મળી રહ્યો છે. આ ઉપરાંત વધુ લિક્વિડિટી અને ઓછા વ્યાજ દરના કારણે પણ IPOમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે.