જેનુ મુખ્ય કારણ ટેક્સ ભરનારાઓને રિટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી આવતી હોવાનું જણાવાયું છે. આ પહેલા GST રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ હતી.
GST રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો, જાણો અંતિમ તારીખ - નાણા મંત્રાલય
ન્યુઝ ડેસ્ક: નાણા મંત્રાલયે ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ત્રણ મહિના વધારીને 30 નવેમ્બર કરી છે.
gst
સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસેસમેન્ટ FY 2017-18 માટે ફોર્મ જીએસટીઆર -9 / જીએસટીઆર -9A માં વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ અને ફોર્મ જીએસટીઆર -9Cમાં સૉલ્યુશન વિગતોને દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટની જગ્યાએ 30 નવેમ્બર 2019 સુધી વધારવામાં આવી છે.