મુંબઇ: ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્કે વાર્ષિક 25 લાખ રૂપિયાથી વધુના પેકેજવાળા કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બેન્કે આ નિર્ણય કોરોના વાઇરસ સંકટથી સર્જાયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધો છે. થોડા અઠવાડિયા પહેલા બેન્કના ઉચ્ચ મેનેજમેન્ટ અધિકારીઓએ 2020-21 માટેના પગારમાં 15 ટકા સ્વૈચ્છિક ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, કોરોના વાઇરસના સંકટથી અર્થતંત્ર પર ખરાબ પ્રભાવ પડ્યો છે. જેથી જ ઘણા કોર્પોરેટ હાઉસે કર્માચારીઓના વેતનમાં ઘટાડો કર્યો છે અને કેટલાક કર્મચારીઓને છૂટા પણ કરી દીધા છે. કોરોનાએ અસંગઠિત ક્ષેત્રે સૌથી વધુ નુકસાન કર્યું છે.