વર્લ્ડબેક કારોબાર સુગમતા રિપોર્ટ તૈયાર કરવા માટે દિલ્લી અને મુંબઈ સિવાય હવે કોલકતા અને બેંગ્લુરૂનો પણ અભ્યાસમાં સમાવેશ કરાશે. જેનો ઉદેશ્ય દેશમાં કારોબારી પરિસ્થિતિના તસ્વીર રજૂ કરવાનો છે.
અધિકારીના જણાવ્યા અનુસાર માત્ર 2 શહેરોનો સમાવેશ કરી ભારતનું પ્રતિનિધિત્વ ન થઈ શકે. ત્યારે હવે કોલકતા અને બેંગલુરુનો પણ સમાવેશ કરવાથી વર્લ્ડબેકના રિપોર્ટમાં ભારતનું ખૂબ જ સારું ચિત્ર બહાર આવશે.
વર્લ્ડ બેંકની સુગમતા રૈકિગમાં 10 માપદંડો પર 190 દેશો ની રૈકિંગ આપવામાં આવી છે. જેમાં કારોબાર શરુ કરવો , નિર્માણ પરમિટ, વીજ કનેક્શન પ્રાપ્ત કરવું, કર મેળવવો, કરની ચૂકવણી, સીમાપાર વ્યવસાય, કરારો લાગુ કરવા અને દિવાલા મામલાનો પણ સમાવેશ છે.
અધિકારીએ કહ્યું કે, બંને શહેરોનો સમાવેશ કરી કવાયત શરુ કરવામાં આવી છે. વર્લ્ડ બેંકની કારોબારી સુગમતા રિપોર્ટ 2020 બુધવારના રોજ જાહેર થવાની સંભાવના છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતને રિપોર્ટમાં રેન્કિંગમાં સુધારાની આશા છે.
ભારતે સતત 2 વર્ષ વર્લ્ડબેંકની કારોબાર સુગમતા રિપોર્ટમાં તેમની સ્થિતિમાં સુધારો કર્યો છે. 2019માં ભારત રેન્કિંગ 23 સ્થાનના સુધારાની સાથે 77મું રહ્યું છે. આ પહેલા 2018ના રિપોર્ટમાં તે 100 સ્થાન પર હતું.