નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે કુટુંબ અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયે રવિવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સિવાય ઘરેલું પ્રવાસ માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક પ્રવાસ માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા - આરોગ્ય સેતુ, માસ્ક, સામાજિક અંતર
સમગ્ર દેશમાં કોરોના લોકડાઉન-4 ચાલી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું યાત્રા માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ માર્ગદર્શિકામાં ઘરેલું હવાઈ પ્રવાસી સીધા ઘરે જઇ શકશે. જોકે, કોરોન્ટાઈનનો નિર્ણય જે-તે રાજ્ય સરકાર પાસે રહેશે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 14 દિવસની ક્વોરેન્ટાઇન ફરજિયાત રહેશે. આરોગ્ય મંત્રાલયે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસી માટે અલગ સલાહ આપી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીને પોતોના ખર્ચે સાત દિવસ સંસ્થાગત કોરોન્ટાઈન રહેવું પડેશે. જેમાં પોતાના ઘરની અંદર સતત સાત દિવસ રોકાવાનું રહેશે. બંને પ્રવાસ દરમિયાન આરોગ્ય સેતુ એપ, માસ્ક, સામાજિક અંતર જેવા સલામતી ધોરણોનું પાલન દરેક માટે ફરજિયાત છે. ઘરેલું પ્રવાસીએ પણ એરપોર્ટની બહાર જતા અન્ય શહેરોની બહાર ગયાની જાણકારી આપવાની રહેશે.