મુંબઈઃ જિયો પ્લેટફોર્મમાં રોકાણ કર્યા બાદ હવે મુકેશ અંબાણી પોતાની રિટેલ કંપની માટે ફંડ ભેગુ કરવામાં લાગી ગયા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલને અન્ય રોકાણકાર મળી ગયા છે. દૂનિયાની દિગ્ગજ ટેક ઈન્વેસ્ટર કંપની સિલ્વર લેક બાદ હવે અમેરિકી કંપની કેકેઆરએ રિલાયન્સ રિટેલમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.
કેકેઆરનું રિલાયન્સમાં બીજી વાર રોકાણ
કેકેઆર 1.28 ટકા ભાગીદારી 5550 કરોડ રૂપિયામાં ખરીદશે. કેકેઆરએ 4.21 લાખ કરોડના વેલ્યુએશન પર રિલાયન્સ રિટેલમાં રોકાણ કર્યું છે. વર્ષની શરૂઆતમાં કેકેઆરએ જિઓ પ્લેટફોર્મ્સ પર 11,367 કરોડનું રોકાણ કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં કેકેઆરનું આ બીજું રોકાણ છે.
આ છે કંપનીનો લક્ષ્ય
રિલાયન્સ રિટેલ લિમિટેડના દેશભરમાં ફેલાયેલા તેના 12,000 થી વધુ સ્ટોર્સમાં વાર્ષિક આશરે 64 કરોડ ગ્રાહકો છે. આ ભારતનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસી રહેલા રિટેલ બિઝનેસ છે. રિલાયન્સ રિટેલમાં પણ દેશનો સૌથી નફાકારક રિટેલ બિઝનેસ તમગા પણ છે. કંપની રિટેલ વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ, નાના ઉદ્યોગો, છૂટક વેપારીઓ અને ખેડુતોને પોષણક્ષમ ભાવે સેવા આપવા અને લાખો રોજગાર પેદા કરવા માટે એક સિસ્ટમ વિકસાવવા માંગે છે.