ગુજરાત

gujarat

ETV Bharat / business

કિયા કંપની હવે ભારતમાં કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઓળખાશે - બ્રાન્ડે કોર્પોરેટ મામલાના મંત્રાલય

દક્ષિણ કોરિયાની કાર કંપની કિયાએ ભારતમાં પોતાની કંપનીનું નામ બદલી નાખ્યું છે. હવે ભારતમાં કિયાનું નામ કિયા ઈન્ડિયા કરવામાં આવ્યું છે. આ અંગે કંપનીએ સોમવારે માહિતી આપી હતી. પહેલા આ કંપની ભારતમાં કિયા મોટર્સના નામથી કામ કરી રહી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રાન્ડે કોર્પોરેટ મામલાના મંત્રાલય પાસેથી મંજૂરી મેળવી લીધી છે ત્યારબાદ કંપની જૂના નામમાંથી મોટર્સ હટાવીને હવે તે ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની કોર્પોરેટ ઓળખ હેઠળ કામ કરશે.

કિયા કંપની હવે ભારતમાં કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઓળખાશે
કિયા કંપની હવે ભારતમાં કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના નામે ઓળખાશે

By

Published : May 25, 2021, 8:19 AM IST

  • દક્ષિણ કોરિયાની કાર કંપની કિયાએ ભારતમાં નામ બદલ્યું
  • કંપનીએ કિયા મોટર્સથી પોતાનું નામ કિયા ઈન્ડિયા કર્યું
  • કોર્પોરેટ મામલાના મંત્રાલય પાસેથી મંજૂરી મળ્યા બાદ બદલ્યું નામ

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની કાર કંપની કિયાએ ભારતમાં પોતાની કંપનીનું નામ બદલી નાખ્યું છે. હવે ભારતમાં કિયાનું નામ કિયા ઈન્ડિયા કરવામાં આવ્યું છે. આ અંગે કંપનીએ સોમવારે માહિતી આપી હતી. પહેલા આ કંપની ભારતમાં કિયા મોટર્સના નામથી કામ કરી રહી હતી.

આ પણ વાંચો-એક જ વખતના ચાર્જમાં 500 કિલોમીટર ચાલી શકે છે આ કિયાની ઇલેક્ટ્રિક કાર

નવી બ્રાન્ડની ઓળખ સ્થાપવાનો એક પ્રયાસઃ કિયા

કંપનીનું નામ બદલવું એ તેની નવી બ્રાન્ડ ઓળખ બનાવવાનો એક પ્રયાસ છે. કિયાના જણાવ્યાનુસાર, આ ફેરફાર તે દર્શાવે છે કે આ એક એવી કંપની છે, જે માત્ર વાહનોમાં જ રોકાણ નથી કરતી, માત્ર તેનું ઉત્પાદન નથી કરતી, પરંતુ ઘણા બધા ટકાઉ મોબિલિટી સોલ્યુસન્સ પણ આપે છે.

આ પણ વાંચો-જુલાઇમાં OLA કરશે ઇ-સ્કૂટર લોન્ચ, 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે

કિયા સૌથી ઝડપથી 2,50,000 કાર વેચનારી કંપની બની

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રાન્ડે કોર્પોરેટ મામલાના મંત્રાલયની મંજૂરી બાદ પોતાના જૂના નામથી મોટર્સ શબ્દ હટાવી દીધો છે અને હવે તે કિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની કોર્પોરેટ ઓળખ હેઠળ કામ કરશે. કિયા ઈન્ડિયાએ આંધ્રપ્રદેશના અનંતપુરમાં આવેલા પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પોતાના નવા લોગો અને નામ જાહેર કર્યા હતા અને તબક્કાવાર રીતે પોતાની ડિલરશીપમાં પણ આવું કરશે. કિયા ભારતમાં દોઢ વર્ષથી પણ વધારે સમયથી કામ કરી રહી છે અને આટલા સમયમાં ચોથી સૌથી વધારે વેચાનારી કાર બ્રાન્ડ બની ગઈ છે. આ સાથે જ તે દેશમાં સૌથી ઝડપથી 2,50,000 કાર વેચનારી કંપની પણ બની ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details