નવી દિલ્હી: ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તેના પ્રિ-પેઈડ ગ્રાહકોના પ્લાનની માન્યતા 17 એપ્રિલ સુધી વધારી દીધી છે. આ સાથે, કંપની આ ગ્રાહકોને વાત કરવા માટે 100 મિનિટનો કૉલિંગ અને 100 મફત SMS પણ આપશે.
Jioએ પ્રિ-પેઈડ ગ્રાહકોના પ્લાનની માન્યતા 17 એપ્રિલ સુધી વધારી
સરકારી ક્ષેત્રની BSNL અને MTNLએ 20 એપ્રિલ સુધી અને એરટેલે 17 એપ્રિલ સુધી માન્યતા વધારવાની જાહેરાત કરી છે. આ સિવાય ત્રણેય કંપનીઓએ તેમના ગ્રાહકોને 10 રૂપિયાનો ટોક ટાઇમ પણ આપ્યો છે.
Jio એ ગ્રાહકોની માન્યતા 17 એપ્રિલ સુધી વધારી
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોની માન્યતા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં, તેમને ઇનકમિંગ કૉલ્સની સુવિધા ચાલુ રહેશે.
કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન છે ત્યારે ઘણા લોકો, ગરીબ વર્ગ અને પ્રવાસી મજૂર વર્ગને મુશ્કેલી ન આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.