પાસવાને એક ટ્વીટ કરી માહિતી આપતા જણાવ્યા હતું કે, "15 જાન્યુઆરી, 2020 ના રોજ, સોનાના દાગીના અને કલા-કૃતિઓ પર ફરજિયાત હોલમાર્કિંગની સૂચના જાહેર કરવામાં આવશે." એક વર્ષનો અમલીકરણ સમય તમામ જ્વેલરી ઉત્પાદકો અને ઝવેરીઓને આપવામાં આવ્યો છે, ત્યારબાદ 15 જાન્યુઆરી 2021થી હૉલમાર્કિંગ ફરજિયાત અમલમાં આવશે.
હોલમાર્કિંગ ફરજિયાત થયા પછી, બધા ઝવેરીઓ માટે BIS સાથે નોંધણી કરાવવી ફરજિયાત બની ગઈ છે. હોલમાર્ક ઘરેણાઓમાં ફક્ત 14, 18 અને 22 કેરેટમાં બનાવવામાં આવશે અને વેચવામાં આવશે. જેનાથી ગામ લોકો અને ગરીબોને છેતરપિંડીથી બચાવવામાં મદદ મળશે. તેમજ દ્વારા ગ્રાહકોને જ્વેલરીની યોગ્ય ગુણવત્તા અને શુદ્ધતાની ખાતરી પણ મળશે.