ગુજરાત

gujarat

ETV Bharat / business

નાણા મંત્રાલયે જેટલીને યાદ કર્યા, કહ્યું - GST લાગુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી

સોમવારે પૂર્વ નાણા પ્રધાન અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર નાણા મંત્રાલયે ટ્વીટ્સ કરી GSTની ઉપલબ્ધિઓ ગણાવી હતી. નાણા મંત્રાલયે કહ્યું કે, GSTના કારણે ટેક્સના દર નીચે આવી ગયા છે. આ સાથે કરદાતાઓનો આધાર બમણો થઈને 1.24 કરોડ થઈ ગયો છે. GST 1 જુલાઈ, 2017ના રોજ દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો. તે વખતે સ્વ. અરુણ જેટલી દેશના નાણાંપ્રધાન હતા.

અરુણ જેટલી
અરુણ જેટલી

By

Published : Aug 24, 2020, 4:32 PM IST

નવી દિલ્હી: સોમવારે નાણા મંત્રાલયે પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલીની પહેલી પુણ્યતિથિ પર ટ્વીટ્સ કર્યા હતા. નાણા મંત્રાલયે કહ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને કારણે ટેક્સના દરમાં ઘટાડો થયો છે. આ સાથે જ કરદાતાઓનો આધાર બમણો થઈને 1.24 કરોડ થઈ ગયો છે. દેશમાં 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ કરવામાં આવ્યો હતો.

નાણા મંત્રાલયે કહ્યું કે, વસ્તુ અને સેવાઓ ટેક્સ પર કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નાણા મંત્રાલયે વેપારીઓને આપવામાં આવતી GST મુક્તિને બમણી કરી દીધી છે. હવે વાર્ષિક ટર્નઓવર રૂપિયા 40 લાખ સુધીના વેપારીઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, શરૂઆતમાં આ મર્યાદા 20 લાખ રૂપિયા હતી.

નાણા મંત્રાલયે કહ્યું કે, GST લાગુ થયા બાદથી મોટી સંખ્યામાં વસ્તુઓ પરનો ટેક્સ રેટ નીચે લાવવામાં આવ્યો હતો. હજી સુધી, 28 ટકા દર લગભગ સંપૂર્ણપણે વ્યસનકારક ઉત્પાદનો અને લક્ઝરી વસ્તુઓ સુધી મર્યાદિત છે. 28 ટકા સ્લેબની કુલ 230 વસ્તુઓમાંથી, આશરે 200 વસ્તુઓ નીચલા સ્લેબમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે.

બાંધકામ ક્ષેત્રમાં, ખાસ કરીને આવાસ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપવામાં આવી છે. હવે તે 5 ટકાનો દર રાખવામાં આવ્યું છે. આવાસ પરનો GST ઘટાડીને 1 ટકા કરવામાં આવ્યો છે. GSTમાં બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ સ્વચાલિત છે. અત્યાર સુધીમાં 50 કરોડ રિટર્ન ઓનલાઈન ફાઇલ કરવામાં આવ્યા છે અને 131 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા છે.

મંત્રાલયે કહ્યું કે GST પહેલા વેલ્યુ-એડિડ ટેક્સ , એક્સાઈઝ અને સેલ્સ ટેક્સ ભરવો પડતો હતો. જેના કારણે, કરનો માનક દર 31 ટકા સુધી પહોંચી જતો હતો.મંત્રાલયે કહ્યું કે, "એ વ્યાપકપણે સ્વીકાર્યું છે કે GST ગ્રાહકો અને કરદાતાઓ બંને માટે અનુકૂળ છે. GST પહેલા કરના ઉંચા દરને કારણે, લોકો કર ચૂકવવા માટે નિરાશ થતા હતા."

મંત્રાલયે કહ્યું કે, જે સમયે GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સમયે આવક કરદાતાઓની સંખ્યા 65 લાખ હતી. આજે આ આંકડો વધીને 1.24 મિલિયન થયો છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરુણ જેટલી નાણાં પ્રધાન હતા. મંત્રાલયે ટ્વીટ કર્યું કે, "આજે અમે અરુણ જેટલીને યાદ કરી રહ્યા છીએ. તેમણે GSTના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઇતિહાસમાં ભારતીય કરવેરાના મહત્વપૂર્ણ સુધારા તરીકે ગણાશે."

મંત્રાલયે કહ્યું કે, GST સિસ્ટમમાં લોકો જે દર પર ટેક્સ ભરતા હતા તે ઘટ્યો છે. મહેસૂલ તટસ્થ દર સમિતિના જણાવ્યા મુજબ મહેસૂલ તટસ્થ દર 15.3 ટકા છે. રિઝર્વ બેંક અનુસાર, GST માત્ર 11.6 ટકા છે.મંત્રાલયે કહ્યું કે, હાઉસિંગ સેક્ટર પાંચ ટકાના ટેક્સ સ્લેબ હેઠળ આવે છે. સસ્તા મકાનો પર GSTનો દર ઘટાડીને એક ટકા કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details