- ITC કંપનીના નવા વાર્ષિક રિપોર્ટમાં મહત્વની માહિતી આવી સામે
- નાણાકીય વર્ષ 2021માં નિકાસથી સમૂહની કુલ વિદેશી ચલણની આવક 29.08 ટકા વધી
- ITC લિમિટેડ (ITC Limited) દ્વારા કમાવવામાં આવેલી વિદેશી ચલણ 31.2 ટકા વધીને 4,600 કરોડ રૂપિયા થયું
નવી દિલ્હીઃ ITC સમૂહની નાણાકીય વર્ષ 2020-21માં નિકાસથી કુલ વિદેશી ચલણ આવક 29.08 ટકા વધીને 5,934 કરોડ રૂપિયા થઈ છે. સમૂહે પોતાના નવા વાર્ષિક રિપોર્ટમાં આ જાણકારી આપી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, ITC લિમિટેડ (ITC Limited) દ્વારા કમાવવામાં આવેલી વિદેશી ચલણ 31.2 ટકા વધીને 4,600 કરોડ રૂપિયા થયું છે. આનું મુખ્ય કારણ કૃષિ અને વસ્તુઓની નિકાસ છે.
આ પણ વાંચો-2nd Day of Share Market: સતત બીજા દિવસે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 179 પોઈન્ટ તૂટ્યો
ITCનું વિદેશી ચલણ ખર્ચ 1,664 કરોડ રૂપિયા હતું