ગુજરાત

gujarat

ETV Bharat / business

આઈટીસીના ચેરમેન વાય. સી. દેવેશ્વરનું નિધન, સૌથી લાંબા સમય સુધી કંપની સંભાળી - Bharat panchal

અમદાવાદઃ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આઈટીસીના ચેરમેન વાય. સી. દેવેશ્વરનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. શનિવારે સવારે દેવેશ્વરે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પીટલમાં તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

આઈટીસીના ચેરમેન વાય. સી. દેવેશ્વરનું નિધન

By

Published : May 11, 2019, 1:55 PM IST

વાય. સી. દેવેશ્વરનું પુરુ નામ યોગેશ ચંદ્ર દેવેશ્વર હતુ. તેઓ ભારતની અગ્રણી ખાનગી કંપનીઓમાં આઈટીસીના સૌથી લાંબા સમય સુધી ચેરમેન રહ્યા હતા. આઈટીસીની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ વાય. સી. દેવેશ્વર 11 એપ્રિલ 1984ના રોડ બોર્ડ ઓફ કંપનીના ડાયરેક્ટર તરીકે નિમણૂંક પામ્યા હતા. ત્યારબાદ 1 જાન્યુઆરી 1996ના રોજ તેઓ બોર્ડના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ બન્યા હતા.

આઈઆઈટી દિલ્હીથી એન્જિનિયરીંગ કરનાર વાય. સી. દેવેશ્વરે હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં ભણતર લીધું હતું. દેવેશ્વરે 1968માં આઈટીસી કંપની જોઈન કરી હતી. આ વચ્ચે 1991થી લઈને 1994 સુધી વિમાન કંપની એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર પણ રહ્યા હતા, તે પછી 1996માં તેઓ આઈટીસીના ચેરમેન બન્યા હતા.

2011માં વાય. સી. દેવેશ્વરને પદ્મભુષણ સમ્માનથી નવાજવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને યૂએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની તરફથી ગ્લોબલ લીડરશીપ એવૉર્ડ પણ મળ્યો હતો. 2012માં વાય. સી. દેવેશ્વર બિઝનેસ લીડર ઓફ ધી યર બન્યા હતા. તે પહેલા 2006માં તેમને બિઝનેસ પર્સન ઓફ ધી યરના સમ્માનથી નવાજ્યા હતા.

વાય. સી. દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1947ના રોજ લાહોરમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનનો હિસ્સો છે.

ABOUT THE AUTHOR

...view details