- કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ પુણેમાં એક ફ્લાયઓવરનો કર્યો શિલાન્યાસ
- કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરી દેવાશેઃ કેન્દ્રિય પ્રધાન
- દેશ સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ઈથેનોલને અપનાવવા તરફ આગળ વધે અને પેટ્રોલ-ડીઝલના વપરાશથી છુટકારો મળેઃ ગડકરી
પુણેઃ અહીં એક ફ્લાયઓવરનો શિલાન્યાસ કરવા માટે કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરી દેવાશે. તેઓ ઈચ્છે છે કે, દેશ સ્થાનિક સ્તર પર ઉત્પાદિત ઈથેનોલને અપનાવવા તરફ આગળ વધે અને પેટ્રોલ-ડીઝલના વપરાશથી છુટકારો મળે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય પ્રધાનની સાથે સાથે નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પણ હાજર રહ્યા હતા.
ત્રણથી ચાર મહિનામાં એક આદેશ જાહેર કરાશેઃ ગડકરી
કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, આગામી ત્રણથી ચાર મહિનામાં એક આદેશ જાહેર કરવા જઈ રહ્યો છે, જેમાં બીએમડબ્લ્યુ, મર્સિડીઝથી લઈને ટાટા અને મહિન્દ્રા જેવી કાર નિર્માતા કંપનીઓને ફ્લેક્સ એન્જિન બનાવવા માટે કહેવામાં આવશે. ગડકરીએ કહ્યું હતું કે, તેમણે બજાજ અને ટીવીએસ કંપનીઓને પોતાના વાહનોમાં ફ્લેક્સ એન્જિન લગાવવા માટે કહ્યું છે અને એ પણ નિર્દેશ આપ્યો છે કે, જ્યાાં સુધી તે આવુંનહીં કરે. ત્યાં સુધી તેમનો સંપર્ક ન કરે.
ખેડૂતોને નવો વિકલ્પ મળી શકે છે
ફ્લેક્સ ફ્યુઅલ કે ફ્લેક્સ ઈંધણ, ગેસોલીન અને મિથેનોલ કે ઈથેનોલના સંયોજનથી બનેલું એક વૈકલ્પિક ઈંધણ છે. કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, મારી એક ઈચ્છા છે. હું મારા જીવનકાળમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને રોકવા માગું છું અને અમારા ખેડૂત ઈથેનોલના સ્વરૂપમાં તેનો વિકલ્પ આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેમાં ત્રણ ઈથેનોલ પંપનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે હું તમને (અજિત પવાર) પુણેની સાથે સાથે પશ્ચિમી મહારાષ્ટ્રના જિલ્લાઓમાં અનેક ઈઝેનોલ પંપ બનાવવા માટે કહેવા માગું છું. કારણ કે, આનાથી ખેડૂતો અને ચીની ઉદ્યોગને મદદ મળશે. પુણે ખૂબ જ ભીડવાળું શહેર થઈ ગયું છે અને આના વિકેન્દ્રિકરણની જરૂર છે.
પુણેને હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણથી મુક્ત બનાવવાની અપીલ કરું છુંઃ ગડકરી
કેન્દ્રિય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મેં અજિત પવારથી પુણેને હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણથી મુક્ત બનાવવાની અપીલ કરવા માગું છું. હું પુણે-બેંગ્લોર હાઈવે પર એક્સપ્રેસ-વે બનાવી રહ્યો છું. હું રસ્તાની બંને કિનારા પર જમન ખરીદવા અને એક નવું પુણે શહેર સ્થાપિત કરવા તથા આને મેટ્રો રેલ અને ટ્રેનોથી જોડવા માટે કહેવા માગું છું. ભીડભાડ, ટ્રાફિક સમસ્યા અને પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે વિકેન્દ્રિકરણની જરૂર છે. કેન્દ્રિય પ્રધાન પુણેને પશ્ચિમી મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓથી જોડવા માટે ઓછા ખર્ચવાળી બ્રોડગેજ મેટ્રો લાઈનને અપનાવવાની પણ ભલામણ કરી હતી.
આ પણ વાંચો-કેન્દ્રીય પ્રધાને જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરી દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર મૂક્યો ભાર
આ પણ વાંચો-કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં પેટ્રોલ-ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો લીધો સંકલ્પ, દિલ્હી-જયપુર વચ્ચે બનશે ઈલેક્ટ્રિક હાઈ-વે