- એપ્ટસ વેલ્યુ ફાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા IPO સાથે મૂડીબજારમાં
- આઈપીઓ 10 ઓગસ્ટે ખૂલશે
- શેરની પ્રાઈસ બેન્ડ રૂ.346-353
એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346- 353 - Aptus Value Housing Finance
એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડ( Aptus Value Housing Finance India Ltd ) ના ઇક્વિટી શેરનો IPO 10 ઓગસ્ટ, 2021ને મંગળવારે ખુલશે અને 12 ઓગસ્ટ, 2021ને ગુરુવારે બંધ થશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 346થી 353 નક્કી થઈ છે.
![એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ RS. 346- 353 એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ઇન્ડિયા લિમિટેડનો IPO 10 ઓગસ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12724674-thumbnail-3x2-share.jpg)
અમદાવાદ: 31 માર્ચ, 2021 સુધી એસેટ અંડર મેનેજમેન્ટની દ્રષ્ટિએ દક્ષિણ ભારતમાં સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક અને દક્ષિણ ભારતમાં હરિફ કંપનીઓની સરખામણીમા સૌથી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવતી એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સના ( Aptus Value Housing Finance India Ltd ) આઈપીઓની ઓફરમાં રૂ. 5,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 6,45,90,695 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઓફરમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપનીની ટિઅર 1 મૂડીની જરૂરિયાત વધારવા માટે થશે. આ આઈપીઓ 10 ઓગસ્ટે ખૂલશે.
લઘુત્તમ બિડ 42 શેરની છે
એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા લિમિટેડના આઈપીઓમાં લઘુત્તમ બિડ 42 શેરની છે, અને તે પછી 42 શેરના ગુણાંકમાં એપ્લાય કરી શકાશે. ફલોર પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસવેલ્યુથી 173 ગણી છે, અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેરની ફેસવેલ્યુથી 176.50 ગણી છે. ઓફરના બીઆરએલએમ છે – આઈસીઆઈસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ.