ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 433 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 433.13 પોઈન્ટ (0.72 ટકા)ના ઘટાડા સાથે 59,919.69ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 143.60 (0.80 ટકા)ના ઘટાડા સાથે 17,873.60ના સ્તર પર બંધ થયો છે.

Share Market ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 433 પોઈન્ટ ગગડ્યો
Share Market ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 433 પોઈન્ટ ગગડ્યો

By

Published : Nov 11, 2021, 4:23 PM IST

  • સપ્તાહના ચોથા દિવસે આજે ફરી ઘટાડા સાથે બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 433.13 અને નિફ્ટી (Nifty) 143.60 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ (Sensex) ફરી એક વાર 60,000 તો નિફ્ટી (Nifty) 18,000ના સ્તરની નીચે પહોંચ્યો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Indian Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 433.13 પોઈન્ટ (0.72 ટકા)ના ઘટાડા સાથે 59,919.69ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 143.60 (0.80 ટકા)ના ઘટાડા સાથે 17,873.60ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે પહોંચી ગયો છે. જ્યારે માંડ માંડ 18,000ની ઉપર પહોંચેલો નિફ્ટી ફરી 18,000ની નીચે પહોંચ્યો છે.

આ પણ વાંચોઃદિવાળી પર આ વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયાનો થયો વેપાર, 10 વર્ષમાં સૌથી વધુઃ CAIT

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ટાઈટન કંપની (Titan Company) 1.69 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.09 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 0.63 ટકા, ટીસીએસ (TCS) 0.59 ટકા, એમ એન્ડ એમ (M&M) 0.55 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, આઈઓસી (IOC) -4.09 ટકા, એસબીઆઈ (SBI) -2.77 ટકા, ઓએનજીસી (ONGC) -2.57 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -2.45 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.40 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃJIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સે IPO માટે સેબીમાં આપી અરજી

નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની (NBFC) ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સે (FSBFL) સેબીમાં પોતાના IPOને મંજૂરી માટે અરજી દાખલ કરી છે. કંપની આ IPOમાં ઓફર ફોર સેલના માધ્યમથી 2,751.95 કરોડ રૂપિયા એકત્રિત કરવા માગે છે. આ કંપની ચેન્નઈની NBFC છે, જે નાનામોટા વેપારીઓને સિક્યોર્ડ બિઝનેસ લોન આપે છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1984માં થઈ હતી.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -433.13

ખૂલ્યોઃ 60,291.70

બંધઃ 59,919.69

હાઈઃ 60,293.25

લોઃ 59,656.26

NSE નિફ્ટીઃ -143.60

ખૂલ્યોઃ 17,967.45

બંધઃ 17,873.60

હાઈઃ 17,971.35

લોઃ 17,798.20

ABOUT THE AUTHOR

...view details